ETV Bharat / state

Indian Railway: અમદાવાદ રેલવે મંડળને ટિકિટ અભિયાન ફળ્યું, 9 મહિનામાં વસુલી રૂ.20 કરોડ 97 લાખની રકમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 10:30 AM IST

ગત વર્ષ 2023માં રેલવે મુસાફરી દરમિયાનને ટિકિટ ચેકિંગને લઈને અમદાવાદ મંડળ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એપ્રિલ 2023 થી લઈને ડિસેમ્બર 2023 સુધી ચલાવાયેલા આ અભિનયા અંતર્ગત રેલવેને 20 કરોડ 97 લાખથી વધુ રકમ વસુલવામાં સફળતા મળી છે.

9 મહિનામાં રેલવે વસુલી રૂ.20 કરોડ 97 લાખની રકમ
9 મહિનામાં રેલવે વસુલી રૂ.20 કરોડ 97 લાખની રકમ

અમદાવાદ: ભારતીય રેલવે દિન-પ્રતિદિન સુવિધાયુક્ત અને ટેકનોલોજીથી સજ્જ થઈ રહી છે. ત્યારે રેલવેમાં અને ખાસ કરીને રેલવે મુસાફરી દરમિયાનને ટિકિટ ચેકિંગને લઈને અમદાવાદ મંડળ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એપ્રિલ 2023 થી લઈને ડિસેમ્બર 2023 સુધી ચલાવાયેલા આ અભિનયા અંતર્ગત રેલવેને 20 કરોડ 97 લાખથી વધુ રકમ વસુલવામાં સફળતા મળી છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર યાત્રીઓને આરામદાયક અને વધારે સારી સેવાઓ નિશ્ચિતરૂપે મળી રહે તેમજ ટ્રેનના આવાગમનમાં અનધિકૃત મુસાફરી અટકાવવા માટે મેલ-એક્સપ્રેસની સાથેસાથે પેસેન્જર ટ્રેનો અને હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના/ખુદાબક્ષ મુસાફરો પર અંકુશ મૂકવા માટે સતત ટિકિટ ચેકિંગને સઘન બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

કઈ કઈ ટ્રેનોમાં ખાસ ચેકિંગ: રેલવેમાં અનધિકૃત મુસાફરોને અટકાવવા માટે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક પવનકુમાર સિંહના નેતૃત્વ હેઠળ વિવિધ પ્રકારે ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગત ડિસેમ્બર 2023ના અંત સુધીમાં અમદાવાદ મંડળ દ્વારા મહત્તમ ટિકિટ ચેકર કર્મચારીઓ જેમાં મહિલા ટિકિટ ચેકર્સ પણ સામેલ છે, તેમનો સહયોગ લઇને મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન તેમ જ અમદાવાદ સ્ટેશને વિવિધ પ્રકારનું ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું.

ડિસેમ્બર 2023માં 28,422 કેસ: આ રીતે મોટા પાયે કરવામાં આવેલા તપાસ અભિયાન દરમિયાન ડિસેમ્બર 2023માં 28,422 કેસ નોંધાયા હતાં, જેના દ્વારા રેલવેને 1.94 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ મેળવવામાં સફળતા મળી. આ રકમ ગત વર્ષની સરખામણીએ 27.29 ટકા વધારે છે. રેલવે મંડળ દ્વારા એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધી ટિકિટ વિના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વિનાના સામાનના કુલ 2.93 લાખ કિસ્સા તેમજ 20.97 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી છે. રેલવે તંત્રએ રેલવે યાત્રીઓ સહિત તમામ લોકોને આગ્રહ કર્યો છે કે, તેઓ યોગ્ય રેલવે ટિકિટ મુજબ જ ટ્રેન યાત્રા કરે તેથી રેલવેની પ્રગતિમાં યોગદાન મળી રહે.

  1. Health Policy: SBIના પેન્શર્ન્સ માટે 50 લાખ સુધીના કવરેજ વાળી હેલ્થ પોલીસી વિશે જાણો વિગતવાર
  2. Kite Festival 2024: વાઇબ્રન્ટ ગુજરાત થકી લોકલ પતંગને મળ્યો ઉદ્યોગનો દરજ્જો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.