ETV Bharat / state

વડાપ્રધાન મોદીએ આપેલી 'સપ્તપદી'નું પાલન કરીશું તો કોરોના સામે જીતીશુંઃ જીતુ વાઘાણી

author img

By

Published : Apr 14, 2020, 3:34 PM IST

લૉકડાઉન ૩ મે સુધી લંબાવવાના કરાયેલ નિર્ણયને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર્યો હતો. વાઘાણીએ કોરોના વાયરસને માત આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સાત સૂત્રોરુપી 'સપ્તપદી' નું પાલન કરવા અપીલ કરી હતી.

પીએમે આપેલી  'સપ્તપદી'નું પાલન કરીશું તો કોરોના સામે જીતશું - જીતુ વાઘાણી
પીએમે આપેલી 'સપ્તપદી'નું પાલન કરીશું તો કોરોના સામે જીતશું - જીતુ વાઘાણી

અમદાવાદ: કોરોના મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા દેશવાસીઓના હિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય લૉક ડાઉન ૩ મે સુધી લંબાવવાના કરાયેલ નિર્ણયને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર્યો હતો. તેમણે કોરોના વાયરસને માત આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સાત સૂત્રો રુપી 'સપ્તપદી' નું પાલન કરવા અપીલ કરી હતી..વાઘાણીએ જણાવાયું હતું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૂચવેલ આ સપ્તપદીનું પાલન કરી, લોકડાઉનના નિયમોનો સંપૂર્ણ અમલ કરીને આપણે સૌ સાથે મળી આ વૈશ્વિક રોગચાળાના ફેલાવા પર અંકુશ મેળવી અવશ્ય વિજય પ્રાપ્ત કરી શકીશું.


વડાપ્રધાન મોદી દ્વારા અપાયેલા નિયમો...

૧. ઘરના વડીલોની વિશેષ કાળજી રાખવી.

૨.લૉક ડાઉન અને 'સામાજિક અંતરની લક્ષ્મણરેખાનું સંપૂર્ણ પાલન કરવું, ઘરમાં બનાવેલ ફેસ માસ્કનો ઉપયોગ કરવો.

૩. રોગપ્રતિકારકતા વધારવા આયુષ મંત્રાલયના નિર્દેશોનું પાલન કરવું, ગરમ પાણી તથા ઉકાળાનું સેવન કરવું.

૪. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ 'આરોગ્ય સેતુ એપ' મોબાઈલ માં ડાઉનલોડ કરવી અને અન્ય પરિચિતોને એપ ડાઉનલોડ કરવા પ્રેરિત કરવા.

૫. જેટલું શક્ય હોય એટલા ગરીબ પરિવારની દેખરેખ કરી ભોજનની વ્યવસ્થા કરવી.

૬. વ્યવસાય- ઉદ્યોગોમાં કાર્ય કરતા નાગરિકો પ્રતિ સંવેદના રાખવી, તેમને નોકરીમાંથી છૂટા ન કરવા.

૭. કોરોના વોરિયર્સ (યોદ્ધા) એવા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ માટે સન્માન અને ગૌરવની લાગણી રાખવી.

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પરાસ્ત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં ભરીને સૌ નાગરિકોને સુરક્ષિત રાખવા અથાક પરિશ્રમ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.