ETV Bharat / state

બેરોજગારીથી યુવા માનસ પર માઠી અસર, આ રીતે તણાવ દૂર કરો

author img

By

Published : Mar 13, 2020, 3:44 PM IST

ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં બીજા નંબરે છે. તો યુવાનોની સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે. તો શિક્ષણ વિકાસ પણ સારા એવા પ્રમાણ થયો છે અને સામે રોજગારીની પૂરતી તકો સર્જિત થઈ શકી નથી. આ સંજોગોમાં મનોસ્વાસ્થ્યલક્ષી કેટલીક સમસ્યાઓનો સામનો યુવાનો કરી રહ્યાં છે. LRD ભરતી આંદોલનોની જરુર કેમ પડે છે તે આના મૂળમાં છે. જેનો ઉત્તર મનોચિકિત્સક આપી રહ્યાં છે.

બેરોજગારીની યુવા માનસ પર અસર, આ રીતે કરો તાણ હળવી
બેરોજગારીની યુવા માનસ પર અસર, આ રીતે કરો તાણ હળવી

અમદાવાદઃ ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં બીજા નંબરે છે. તો યુવાનોની સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે. વિકાસશીલ દેશોના લક્ષણો પ્રમાણે અહીંયા પણ સંસાધનો કરતાં વસતી વધુ છે. જેના કારણે બેરોજગારીની સમસ્યા વ્યાપક છે. પાછલાં કેટલાક વર્ષોમાં ભારતે કરેલા વિકાસના કારણે શિક્ષણનું સારું એવું વિસ્તરણ થયું છે. તે સાથે શિક્ષિત બેરોજગારોની સંખ્યા પણ વધતી ચાલી છે.

જો ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં પણ શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ છે. વિદ્યાર્થીઓ સારી કોલેજમાં પોતાના ભવિષ્યની કારકિર્દી માટે એડમિશન લે છે. પરંતુ જ્યારે તેઓ નોકરી માટે બહાર જાય છે, ત્યારે સરકારી અને પબ્લિક સેક્ટરમાં નોકરી નથી. તો સરકારી ભરતીઓમાં ભ્રષ્ટાચારથી તેઓ કંટાળી જાય છે. બીજીતરફ જ્યારે તેઓ પ્રાઇવેટ સેક્ટર તરફ મીટ માંડે છે, ત્યારે કામના વધુ કલાકો અને ઓછા વેતનના કારણે તેમનું શોષણ થાય છે.

બેરોજગારીની યુવા માનસ પર અસર, આ રીતે કરો તાણ હળવી

જો તેઓ ઓછા વેતને કામ કરવા તૈયાર હોય તો પણ તેમને નોકરી મળતી નથી. પરિણામે તેઓ આર્થિક ,સામાજિક અને માનસિક રીતે તૂટી જાય છે. કારણ કે ઉંમર વધવાની સાથેસાથે તેમને પોતાના પગ ઉપર ઊભા રહેવાનું એક મોટો પડકાર તેમના સામે હોય છે. ઘરેથી રોજગારી મેળવવા અને લગ્નનું દબાણ હોય છે. તો બીજી તરફ દેખાદેખી અને સામાજિક પ્રેશર પણ અલગ હોય છે. આવા સંજોગોમાં જો આજનો યુવાન લાંબો સમય બેરોજગાર રહે તો તેના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેમ કે, સતત ચિંતા અને તણાવ રહ્યા કરવું, ગુસ્સો આવવો,સામાજિક પ્રસંગોમાંથી દૂર રહેવું, પોતાની જાતને નિમ્નકક્ષાની ગણવી વગેરે. આ બધા કારણોસર છેલ્લે યુવાન ગુનાખોરીના માર્ગે આગળ વધી જાય છે. નહીં તો આત્મહત્યા જેવું પગલું પણ ભરી શકે છે.

યુવાનોના આ માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તેઓ પોતાના મનની વાત ઘરના સભ્યો, સમાજ અને વડીલો સાથે ખુલ્લાં મનથી કરી શકે તેવા પ્રયત્નો જરૂરી છે. તો સમાજે પણ હવે સમજવું પડશે કે પરિસ્થિતિઓને સમજીને યુવાનો સામે અપેક્ષાઓ રાખે કારણ કે અપેક્ષાઓ કરતા કોઈનું જીવન વધુ મહત્વનું છે. જરૂર પડે તો આવા તાણગ્રસ્ત યુવાનોનું માનસિક કાઉન્સેલિંગ પણ કરવું જરૂરી બને છે. ઉપરાંત યોગ- મેડિટેશન અને મિત્રો સાથે હળવો સમય પસાર કરવાથી પણ આવા સ્ટ્રેસને દૂર રાખી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.