ETV Bharat / state

સામાન્ય સભા માટે મેયર, મ્યુનિ. કમિશનર સહિત 151 લોકોએ કરાવ્યો કોરોના ટેસ્ટ , 1નો રિપોર્ટ પોઝિટિવ

author img

By

Published : Sep 25, 2020, 9:28 AM IST

Ahmedabad
સામાન્ય સભા માટે મેયર, મ્યુનિ. કમિશનર સહિત 151 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો, 1નો રિપોર્ટ પોઝિટિવ

આજે ટાગોર હોલ ખાતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભાની બેઠક યોજાવાની છે. ત્યારે આ બેઠકમાં ભાગ લેનારા તમામ કાઉન્સિલરોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક જ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અમદાવાદ : આજે ટાગોર હોલ ખાતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભાની બેઠક યોજાવાની છે. ત્યારે આ બેઠકમાં ભાગ લેનારા તમામ કાઉન્સિલરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બુધવારે પાલડી ટાગોર હોલમાં 50 કાઉન્સિલરો અને 12 સપોર્ટ સ્ટાફ સહિત 62 લોકોના RTPCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક જ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મેયર બીજલ પટેલ, અન્ય કાઉન્સિલરો અને મ્યુનિસિપલ સેક્રેટરી તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિત બોર્ડમાં હાજર રહેનાર અધિકારીઓએ ટેસ્ટ કરાવ્યા હતા.

જ્યારે ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરો અને અધિકારીઓ મળી 151 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 30 ટકા લોકો ઓનલાઈન હાજર રહે તેવી શક્યતા છે. જેમાંથી માત્ર એક જ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.