ETV Bharat / city

રાજ્યમા કોરોનાનાં નવા 1408 કેસ નોંધાયા, 1550 ડિસ્ચાર્જ, 14 મોત, કુલ કેસની સંખ્યા 1,28,949

author img

By

Published : Sep 24, 2020, 10:54 PM IST

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એકને લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1408 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 14 દર્દીનાં મોત થયા છે.

Gujarat Corona News
રાજ્યમા કોરોનાનાં નવા 1408 કેસ નોંધાયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1408 કેસ નોંધાયા છે. તેમજ કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 14 દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,28,949 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, ગુરૂવારે 1550 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

Gujarat Corona News
રાજ્યમા કોરોનાનાં નવા 1408 કેસ નોંધાયા

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન 156, રાજકોટ કોર્પોરેશન 102, સુરત 102, વડોદરા કોર્પોરેશન 91, જામનગર કોર્પોરેશન 91, બનાસકાંઠા 44, મહેસાણા 49, વડોદરા 42, રાજકોટ 45, કચ્છ 33, પાટણ 33, અમરેલી 28 પંચમહાલ 28, અમદાવાદ 27, ગાંધીનગર કોર્પોરેશન 27, ભાવનગર 25, ભરૂચ 23, ગાંધીનગર 23, મોરબી 22, ગીર સોમનાથ 20, સુરેન્દ્રનગર 20, મહીસાગર 19, જુનાગઢ 18, જુનાગઢ કોર્પોરેશન 18, દાહોદ 14, ભાવનગર 13, સાબરકાંઠા 13, નર્મદા 12, દેવભૂમિ દ્વારકા 11, નવસારી 10, તાપી 10, ખેડા 9, પોરબંદર 9, આણંદ 8 વલસાડ 8, અરવલ્લી 7 બોટાદ 7, જામનગર 7, છોટાઉદેપુર 4 અને ડાંગમાં 4 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં હાલ 89 દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3384 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 35,672 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 176 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 102 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 278 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.