ETV Bharat / state

Ahmedabad news: વસ્ત્રાપુરની સેવન સ્ટાર હોટલ ITC નર્મદામાં ચોરી, ડ્રગ્સના પૈસા ચૂકવવા આરોપીને કરી ચોરી

author img

By

Published : May 12, 2023, 2:23 PM IST

અમદાવાદ શહેરની સેવન સ્ટાર હોટલ ITC નર્મદા હોટલમાં ચોરીનો બનાવ બન્યો હતો. જે ગુનામાં વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે ડ્રગ્સના રૂપિયા ચૂકવવા માટે આરોપીએ આઈપેડ ચોરી કરી ડ્રગ સપ્લાયરને સોંપ્યું હતું. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ડ્રગ્સના રવાડે ચડ્યા બાદ આરોપી મોંઘીદાટ હોટલમાં ચોરી કરવા લાગ્યો છે.

Etv Bharat
Etv Bharat

ગુરપ્રિત શ્યાન, ACP, એ ડિવિઝન

અમદાવાદ: અમદાવાદના કેશવબાગ વિસ્તારમાં આવેલી સેવન સ્ટાર હોટલ ITC નર્મદાના બીજા માળે આવેલા મીટીંગ રૂમમાંથી બે દિવસ પહેલા આઇપેડની ચોરી થઈ હતી. ચોરીની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે કુશલ ઉર્ફે કે. ટી ઠક્કર અને મોઈન ધલ્લાવાલાની ધરપકડ કરી છે. કુશલ જે હોટલમાં બે દિવસ પહેલા ગયો હતો તે હોટલમાં મીટીંગ રૂમમાંથી ચોરી થઇ હતી. સીસીટીવી મળતા પોલીસે સેટેલાઈટના રહેવાસી કુશલની ધરપકડ કરી હતી. કુશલે ચોરી કરેલો આઇપેડ મોઈનને પધરાવી દીધો હતો. પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.

વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે કુશલ ઉર્ફે કે. ટી ઠક્કર અને મોઈન ધલ્લાવાલાની ધરપકડ કરી
વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે કુશલ ઉર્ફે કે. ટી ઠક્કર અને મોઈન ધલ્લાવાલાની ધરપકડ કરી

ડ્રગ્સના પૈસા ચૂકવવા ચોરી: પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આઇપેડ ચોરીના ગુનાની તપાસ કરતા પોલીસના હાથે મોઈન નામનો ડ્રગ સપ્લાયર પણ આવી ગયો. જેની અગાઉ અમદાવાદ SOG એ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આરોપી કુશલ છેલ્લા ત્રણેક વર્ષથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને મોઈન પાસેથી પણ તે ડ્રગ ખરીદતો હોવાનું સામે આવ્યું છે. માટે પોલીસને શંકા છે કે ચોરીનું આઇપેડ ડ્રગ્સના બાકી રૂપિયાની ચુકવણી માટે મોઈનને આપ્યું હોઈ શકે છે જેની પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

'ચોરીના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ડ્રગ્સ કેસમાં અગાઉ ઝડપાયેલો હોવાનું સામે આવતા આરોપીની વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોતાના મોજશોખ પુરા કરવા આરોપી ચોરીના રવાડે ચડ્યો હોવાનું આવ્યું છે.' -ગુરપ્રિત શ્યાન, ACP, એ ડિવિઝન

મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યો: બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, કુશલ ઉર્ફે કે.ટી મોંઘીદાટ હોટલમા ફરવાનો અને મોજશોખ કરવાનો શોખીન છે. માટે પોતાના મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યો છે. સાથે જ પોલીસને માહિતી મળી છે કે આરોપી અન્ય એક હોટલમાં પણ ચોરીને અંજામ આપ્યો છે. જેથી તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમા શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.

Valsad Crime : પારડીમાં તરુણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પકડાયો તો વધુ કરતૂતો બહાર આવ્યાં

Rajkot Crime: ઓહો! ડાયમંડ કે સોનાના દાગીના નહીં 40 કિલો વાળની લૂંટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.