ETV Bharat / state

Kiran Patel Case: મહાઠગ કિરણ પટેલના 18 એપ્રિલ સુધીના રિમાન્ડ મેટ્રો કોર્ટે મંજૂર કર્યા

author img

By

Published : Apr 15, 2023, 8:07 PM IST

મહાઠગ કિરણ પટેલના 18 એપ્રિલ સુધીના રિમાન્ડ મેટ્રો કોર્ટે મંજૂર કર્યા છે. કિરણ પટેલ સામે બીજી એક ફરિયાદ નોંધવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.

The Metro Court granted the remand of Kiran Patel till April 18
The Metro Court granted the remand of Kiran Patel till April 18

મહાઠગના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને નવા કેસ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ઇવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે G20માં કામ અપાવવાનું અને અન્ય કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને ફાઈવસ્ટાર હોટલમાં મિટિંગો યોજી હતી.

વધુ એક ફરિયાદ: મહાઠગ કિરણ પટેલ ની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કિરણ પટેલ સામે વધુ એક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કિરણ પટેલે G-20 સમિટના બેનર હેઠળ હોટેલ હયાતમાં કુલ 3,51,000 નો ખર્ચ કરાયા હોવાની અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આ નવી નોંધાયેલી ફરિયાદ સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.

સાત દિવસના રિમાન્ડની માંગ: સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલ નિસાર વૈદ્યએ જણાવ્યું હતું કે, 'આરોપી કિરણ પટેલને ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ડિમાન્ડ પૂર્ણ થતા આજરોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે કિરણ પટેલ સામે બીજી પણ એક ફરિયાદ દાખલ થઈ છે. આ કેસના તપાસ માટે થઈને કોર્ટે કિરણ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.'

આ પણ વાંચો Dummy Candidate Scam: ભાવનગર ડમીકાંડના ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજુર, જાણો કઈ પરીક્ષા અને ક્યાં ડમી ઉમેદવાર

બચાવ પક્ષની દલીલો: બચાવ પક્ષ તરફથી કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી કે કિરણ પટેલ સામે જે ફરિયાદ થઈ છે તે તદ્દન ખોટી છે. કિરણ પટેલને ફસાવવામાં આવી રહ્યા છે તેમની સામે જે પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે. અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચે તેમની કસ્ટડી લીધી હતી જેની કોઈપણ જરૂર નથી. કિરણ પટેલ સામે કોઈને કોઈ પ્રકારનો ગુનો બતાવીને તેમના રિમાન્ડની જે માંગણી કરવામાં આવી રહી છે તે ખોટી છે. રિમાન્ડ અરજીમાં એક પણ એવો મુદ્દો નથી જે કિરણ પટેલની હાજરી વગર તપાસ ન થઈ શકે.

આ પણ વાંચો Vadodara News: પ્રેમજાળનું હથિયાર બનાવી સગીરાને પીંખી નાખી, આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ

સરકારી વકીલની દલીલ: આ સમગ્ર મામલે સરકારી વકીલ તરફથી કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી કે, 'જુના કેસોની આરોપી સામે તપાસ ચાલી જ રહી છે પરંતુ તેમની સામે વધુ એક ફરિયાદ નોંધાતા તેમાં પણ અનેક વિગતો સામે આવી છે. જેમાં તેમની તપાસ કરવી જરૂરી છે. બીજા કયા-કયા ગુનાઓ છે તેની તપાસ પણ કરવી જરૂરી છે તેથી તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.