ETV Bharat / state

અમદાવાદઃ અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત કોબ્રા ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો

author img

By

Published : Dec 3, 2020, 7:46 PM IST

વિઠલાપુર પોલીસે કડીની કુખ્યાત કોબ્રા ગેંગના મુખ્ય સૂત્રધાર અને સાગરીતને ગણતરીના કલાકમાં પકડી પાડ્યો હતો. વિવિધ પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

gujarat news
gujarat news

  • કડી કોબ્રા ગેંગના સૂત્રધાર અને સાગરીત ઝડપાયા
  • વિવિધ પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ વિરૂદ્ધ અનેક ગુનાઓ નોંધાયા છે.
  • 1 લાખ 200ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો


અમદાવાદઃ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગના કેસરસિંહ ભાટી, જિલ્લા વડા વિરેન્દ્રસિંહ યાદવ, એ.એસ.પી.લવિના સિન્હા, માર્ગદર્શન હેઠળ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં લૂંટની કોશિષના ગુનાહના આરોપીની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને ગણતરીના કલાકમાં જ પકડી લેવામાં આવ્યો હતો.

વિઠલાપુર પોલીસે કોબ્રા ગેંગના મુખ્ય સૂત્રધાર અને સાગરીતને ઝડપી પાડયા

એ.એસ.આઇ સુરેન્દ્રસિંહ કુશળસીંહ તથા અન્ય સ્ટાફના માણસો રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતાય આ દરમિયાન તેઓને બાતમી મળેલી હતી કે વિઠલાપુર પોલીસ સ્ટેશનની હદમાં ચામુંડા હોટલ ખાતે લૂંટનો પ્રયાસ કરનાર કડીની કોબ્રા ગેંગના વ્યક્તિ સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ 4252 લઈ કડીથી વિઠલાપુર ચોકડી પાસેથી પસાર થવાના છે. વિઠલાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વોચમાં રહી આ ગાડી નીકળતા તેને રોકાવી ચેકિંગ કરતા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

કોબ્રા ગેંગના વ્યક્તિને 1 લાખ 200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

કડીની કોબ્રા ગેંગના મુખ્ય સૂત્રધાર ભાથીભા ઝાલા તથા લાલભા ઉર્ફે સુરેન્દ્રસિંહ કુવળસીંહ ઝાલાના સાગરીતને તેમની ગાડીમાં તલવાર નંગ-3, તથા ખંજર અને એકધાર્યું તેમજ કુલ 1 લાખ 200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. વિઠલાપુર પોલીસે આ સફળ ઓપરેશન કર્યું હતું. આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ વિઠલાપુર પોલીસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.