ETV Bharat / state

DPS સ્કૂલ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

author img

By

Published : Feb 28, 2020, 8:25 PM IST

હાથીજણ વિસ્તારમાં ચાલતી DPS ઇસ્ટ સ્કૂલને બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે ફરીવાર નવા 4 જેટલા વાલીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે હાઈકોર્ટે રાજ્ય સરકાર, CBSE સહિતના પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 05મી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

DPS સ્કૂલ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો
DPS સ્કૂલ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

અમદાવાદઃ હાઇકોર્ટમાં રાજ્ય સરકાર સામે વાલીઓ તરફે દાખલ કરાયેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી હતી કે, શાળાના સંચાલકોની ભૂલની સજા વિદ્યાર્થીઓને મળવી ન જોઈએ. અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, શાળાના સંચાલકોએ CBSEમાં ગુજરાત સરકારની નકલી NOC રજૂ કરી હોવાથી રાજ્ય સરકાર અને CBSE દ્વારા શાળાની માન્યતા રદ કરવામાં આવી હતી.

DPS સ્કૂલ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો
નોંધનીય છે કે, આગામી માર્ચ મહિના સુધી શાળાનો વહીવટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને પછી શાળાને બંધ કરી દેવામાં આવશે. વાલીઓ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, શાળા સંચાલકો દ્વારા કરાયેલી ભૂલની સજા વિદ્યાર્થીઓને આપી શકાય નહીં અને સંચાલકોએ ભૂલ કરી છે. તો તમને કાયદા અનુસાર સજા મળવી જોઈએ.

પૂજા મંજુલા શ્રોફ અન્ય શાળાઓ પણ ચલાવે છે, ત્યારે સરકારે માત્ર એક શાળા બંધ ના કરવી જોઈએ. વર્ષ 2010માં CBSE સાથે જોડાણ માટે DPS ઇસ દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગની એનઓસી રજૂ કરવામાં આવી હતી. તે નકલી હોવાનું બહાર આવતા રાજ્ય સરકારે શાળાની માન્યતા રદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.