ETV Bharat / state

હિટ એન્ડ રન: MLA શૈલેષ પરમારનો ડ્રાઈવર પોલીસ સમક્ષ હાજર થયો

author img

By

Published : Dec 3, 2019, 4:25 PM IST

Updated : Dec 3, 2019, 4:38 PM IST

અમદાવાદ: શહેરના મેમનગર પાસેના ભૂયંગદેવ પાસે સોમવારે સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈનોવા કારે એકટીવા ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતમાં એકટીવા ચાલક ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન એકટીવા ચાલકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે કાર ચાલક કાર લઈને ફરાર થઇ ગયો હતો.

અમદાવાદ હિટ એન્ડ રન
અમદાવાદ હિટ એન્ડ રન

હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે, અકસ્માત કરનાર કાર દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારની છે અને કાર શૈલેષ પરમારનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો અને શૈલેશ પરમાર પોતે કારમાં નહોતા તેવું શૈલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અકસ્માત બાદ જ કાર ચાલક ફરાર થઇ ગયો હતો અને જાતે જ અકસ્માતના 19 કલાક બાદ પોલીસ સમક્ષ હાજર થયો છે.

અમદાવાદ હિટ એન્ડ રનઃ ૧૯ કલાક બાદ ડ્રાઈવર પોલીસ સમક્ષ હાજર

પોલીસ હાલ શૈલેશ પરમારના ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસારની અટકાયત કરી છે. પોલીસે અકસ્માત સર્જનારી ઈનોવા કાર પણ કબ્જે કરી છે. અકસ્માત અંગે પોલીસ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જેમાં FSLની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. ખરેખર કાર દેવેન્દ્ર ભાવસાર જ ચલાવી રહ્યો હતો કે, નહીં તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. જરૂર જણાશે તો ધારાસભ્ય શૈલેશ પરમારનું પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવશે. હાલ પોલીસ માત્ર અટકાયતી પગલા લઈને તપાસ શરુ કરી છે.

Intro:અમદાવાદ:અમદાવાદના મેમનગર પાસેના ભૂયંગદેવ પાસે સોમવારે સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં ઈનોવા કારે એકટીવા ચાલકને ટક્કર મારી હતી.અકસ્માતમાં એકટીવા ચાલક ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એકટીવા ચાલકનું મોત નીપજ્યું હતું.આ સમગ્ર મામલે કાર ચાલક કાર લઈને ફરાર થઇ ગયો હતો.
Body:ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે અકસ્માત કરનાર કાર દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારની છે અને કાર શૈલેશ પરમારનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો અને શૈલેશ પરમાર પોતે કારમાં નહોતા તેવું શૈલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.અકસ્માત બાદ જ કાર ચાલક ફરાર થઇ ગયો હતો અને જાતે જ અકસ્માતના ૧૯ કલાક બાદ પોલીસ સમક્ષહાજર થયો છે.

પોલીસ હાલ શૈલેશ પરમારના ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસારની અટકાયત કરી છે.પોલીસે અકસ્માત સર્જનારી ઈનોવા કાર પણ કબજે કરી છે.અકસ્માત અંગે પોલીસ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે જેમાં FSLની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે.ખરેખર કાર દેવેન્દ્ર ભાવસાર જ ચલાવી રહ્યો હતો કે નહિ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.જરૂર જણાશે તો ધારાસભ્ય શૈલેશ પરમારનું પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવશે.હાલ પોલીસ માત્ર અટકાયતી પગલા લઈને તપાસ શરુ કરી છે.

બાઈટ-પી.બી.ખાંભલા (પીઆઈ- એ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન)Conclusion:
Last Updated :Dec 3, 2019, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.