ETV Bharat / state

અમદાવાદની પ્રસિદ્ધ લોકનૃત્ય સંસ્થાનો 19મો વાર્ષિક મહોત્સવ ઊજવાયો

author img

By

Published : Jun 8, 2019, 5:24 PM IST

અમદાવાદઃ શહેરમાં જાણીતી લોકનૃત્યની તાલીમ આપતી સંસ્થા પનઘટ પર્ફોમિંગ આર્ટ્સે પોતાનો 19મો વાર્ષિક મહોત્સવ ઊજવ્યો હતો. આ સંસ્થાએ અમદાવાદમાં પાલડી સ્થિત ટાગોર હોલમાં 50 કલાકારો સાથે સ્ટેજ પર 11 નૃત્યો પ્રસ્તુત કરી શહેરની કલાપ્રેમી જનતાને સમર્પિત કર્યા હતા.

સ્પોટ ફોટો

આ કાર્યક્રમમાં અમદાવાદના ત્રણ ઘરડાઘરમાંથી 200 જેટલા વડીલોને આમંત્રીત કરી પોતાની કલા સમર્પિત કરી કલાકારોએ વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા. કલાકારોએ નૃત્યમાં ગરબો, ગરબી, રાસ, ઘુમ્મર, સંબલપુર, તલવાર નૃત્ય, સુંપડુ, સાંભેલુ, બેડુ જેવા અલગ-અલગ નૃત્ય કરી પોતાની કલા સ્ટેજ ઉપર પ્રસ્થાપિત કરી હતી.

અમદાવાદની પ્રસિદ્ધ લોકનૃત્ય સંસ્થાનો 19મો વાર્ષિક મહોત્સવ ઊજવાયો

આ સંસ્થાના સંચાલક ચેતન દવે, જયેશ પ્રજાપતિ, નિમેષ ઉપાધ્યાયે પનઘટ સંસ્થામાં 19 વર્ષની અંદર સંસ્થામાં 300 કલાકારોને તૈયાર કરી વિશ્વના 33 જેટલા અલગ-અલગ દેશોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સંસ્થા 2019 જુલાઈ મહિનામાં રોમાનીયા અને પોલેન્ડ દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા 23 કલાકારો સાથે જશે અને દેશનું નામ ગૌરવવંતુ કરશે.

Ahmedabad
સ્ટેજ પર ઉજવાયો સાંસ્કૃતિક કાર્યક્રમ
Ahmedabad
સ્ટેજ પર ઉજવાયો સાંસ્કૃતિક કાર્યક્રમ
અમદાવાદની જાણીતી લોકનૃત્ય શીખવતી અને જાળવતી સંસ્થા પનઘટ પર્ફોમિંગ આર્ટ્સ
પોતાનો ૧૯માં વર્ષનો વાર્ષિક મહોત્સવ અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે ૫૦ કલાકારો
સાથે સ્ટેજ ઉપર ૧૧ નૃત્યો પ્રસ્તુત કરી અમદાવાદની કલા પ્રેમી જનતાને સમર્પિત કર્યું. આ કાર્યક્રમ
માં અમદાવાદના ત્રણ ઘરડા ઘરમાંથી ૨૦૦ જેટલા વડીલો ને આમંત્રીત કરી પોતાની ક્લા સમર્પત કરી
અને કલાકારોએ વડીલોના આશીર્વાદ લઈ ગૌરવ પ્રાપ્ત કર્યું.
આ કાર્યક્રમમાં ગરબો, ગરબી, રાસ, ઘુમ્મર, સંબલપુર, તલવાર નૃત્ય, સુપડુ, સાંભેલુ, બેડુ
જેવા અલગ અલગ નૃત્ય કરી પોતાની કલા સ્ટેજ ઉપર પ્રસ્થાપિત કરી.
આ સંસ્થાના સંચાલક ચેતન દવે, જયેશ પ્રજાપતિ, નિમેષ ઉપાધ્યાય પનઘટ સંસ્થાને ૧૯ વર્ષની
અંદર સંસ્થાના ૩૦૦ કલાકાર ને તૈયાર કરી વિશ્વના ૩૩ જેટલા અલગ અલગ દેશોમાં ભારત દેશનું
પ્રતિનિધિત્વ કરી ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
આ સંસ્થા ૨૦૧૯ જુલાઈ મહિના ખાતે રોમાનીયા અને પોલેન્ડ દેશ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ
કરવા ૨૩ કલાકારો સાથે જશે અને દેશનું નામ ગૌરવવંતુ કરશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.