ETV Bharat / state

Ipl 2023 : ગુજરાત ટાઈટન્સ આજે પોતાના હોમગ્રાઉન્ડ પર છેલ્લી મેચ રમશે

author img

By

Published : May 15, 2023, 2:07 PM IST

Updated : May 15, 2023, 3:13 PM IST

ટાટા આઈપીએલ 2023ની ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ રમશે. આ આઈપીએલની 62મી મેચ છે. જેમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે સાંજે 7:30 કલાકે મુકાબલો શરુ થશે.

IPL 2023 : ગુજરાત ટાઈટન્સ આજે પોતાના હોમગ્રાઉન્ડ પર છેલ્લી મેચ રમશે, પ્લે ઑફમાં બહાર ટીમ સામે મુકાબલો
IPL 2023 : ગુજરાત ટાઈટન્સ આજે પોતાના હોમગ્રાઉન્ડ પર છેલ્લી મેચ રમશે, પ્લે ઑફમાં બહાર ટીમ સામે મુકાબલો

ગુજરાત ટાઈટન્સ માટે ખૂબ જ મહત્વની મેચ

અમદાવાદ : આજે અમદાવાદ નરેદ્ર મોદી સ્ટેડિયમમાં TATA IPL 2023ની 62મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઈ હૈદાબાદ વચ્ચે સાંજે 7:30 કલાકે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે માત્ર ઔપચારિક જ મેચ છે. પરંતુ ગુજરાત ટાઇટન્સ આજની મેચ ગુજરાત ટાઈટન્સ માટે ખૂબ જ મહત્વની છે.

ગુજરાત ટાઇટન્સ માટે મહત્ત્વની મેચ : ટાટા આઈપીએલ હવે ફાઇનલ તરફ આગળ વધી રહી છે. હવે ગણતરી મેચ જ બાકી છે. આ વર્ષે ત્યાર સુધીની સીઝનમાં દિલ્હી અને હૈદરાબાદ પ્લે ઓફની રેસમાં બહાર થઈ ગઇ છે. જયારે પ્લે ઓફમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સે લગભગ પોતાનું સ્થાન નિશ્ચિત કરી નાખ્યું છે. આજે યોજાનાર મેચમાં સનરાઈઝ હૈદરાબાદ અન્ય ટીમના સમીકરણ બદલવા માટે ગુજરાત ટાઇટન્સ સામે નરેદ્ર મોદી સ્ટેડિયમમાં રમવા ઉતરશે.

  1. MS Dhoni Autograph: જુઓ મહેન્દ્ર સિંહ ધોનીએ સુનીલ ગાવસ્કરની ઈચ્છા પૂરી કરી
  2. IPL 2023: ચેન્નાઈ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 6 વિકેટ જીત્યું
  3. IPL 2023: દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સની 31 રને જીત

ટોપ 2 સ્થાન નક્કી કરવા ઉતરશે : ગુજરાત ટાઇટન્સ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી સફળ ટીમ રહી છે. જે અત્યાર સુધી 12 મેચમાંથી 8 મેચ જીતી છે અને 4 મેચમાં હારનો સામનો કર્યો છે. જે હાલમાં 16 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાન પર છે. ત્યારે હૈદરાબાદ સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ જીતીને ટોપ 2 સામે પોતાનું સ્થાન નક્કી કરવા ઉતરશે. જોકે લાસ્ટમાં ગુજરાત ટાઇન્ટ્સને મુંબઈ ઇન્ડિયન્સ સામે 27 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

સનરાઇઝ હૈદરાબાદ પ્લે ઓફ બહાર : સનરાઈઝ હૈદરાબાદનું આ વર્ષે ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું હતું. કુલ 12 મેચમાંથી માત્ર 4 મેચમાં જીત અને 8 મેચમાં હાર સાથે 80 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર છેલ્લા સાથે હોવાથી આ વર્ષની સીઝનમાં પ્લે ઑફમાં બહાર ફેંકાઈ ગઇ છે. ગત વર્ષે પણ સનરાઇઝ હૈદરાબાદનો દેખાવ ખાસ જોવા મળ્યો ન હતો. ગત વર્ષે 14માંથી 6માં જીત અને 8 હારનો સામનો કરવો પડ્યો હતો.

સનરાઈઝ હૈદરાબાદ જીત અન્ય ટીમ માટે મુશ્કેલ : આવતીકાલ ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ખૂબ રોમાંચક તેમજ મહત્વની સાબિત થઈ શકે છે. કારણે સનરાઈઝ હૈદરાબાદ પહેલી પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. પંરતુ હવે આ મેચમાં સનરાઇઝ હૈદરાબાદ ગુજરાત ટાઈટન્સને હરાવશે તો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર માટે મુશ્કેલી વધી શકે છે. તેમને બાકીની મેચમાં મોટા માર્જિનથી જીત મેળવવી જરૂરી બની જશે. આ ઉપરાંત ગત વર્ષની જેમ આ વર્ષે પણ IPLની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર છે.

Last Updated : May 15, 2023, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.