ETV Bharat / state

વરસાદના વાવડ : રાજ્યમાં આ તારીખથી વરસાદની શક્યતાઓ, તાપમાનમાં થશે આટલો ઘટાડો

author img

By

Published : May 23, 2022, 7:20 PM IST

ગરમીથી મળશે રાહતઃ દક્ષિણ ગુજરાતમાં આ તારીખથી વરસાદની શક્યતા, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે
ગરમીથી મળશે રાહતઃ દક્ષિણ ગુજરાતમાં આ તારીખથી વરસાદની શક્યતા, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી પણ શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 25 મેથી વરસાદની (Rainfall forecast in Gujarat)સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા(Monsoon 2022 )અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે.

અમદવાદઃ રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી પણ શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 25 મેથી વરસાદની (Rainfall forecast in Gujarat)સંભાવના છે. જ્યારે રાજ્યભરમાં આગામી 4-5 દિવસ ગરમીમાંથી રાહત મળશે અને તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ 'આસાની' વાવાઝોડાએ ધારણ કર્યું નવું સ્વરુપ, જાણો હાલની સ્થિતિ વિશે...

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે કેન્દ્રશાસિત (Monsoon 2022 )પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Report : રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે વરસાદની આગાહી, જાણો આજનું તાપમાન

આ વર્ષે રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેશે - આ વર્ષે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહેવાની ધારણા છે. હવામાનના સંદર્ભમાં ચેતવણી જારી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ગરમીના પુરાવા મેના અંતમાં સમાન રહી શકે છે, પરંતુ તેમાં સામાન્ય વધારો અને ઘટાડો જોવા મળી શકે છે. કેરળમાં 26 મેથી ચોમાસુ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 10 થી 15 જૂન અને 15 થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.