ETV Bharat / bharat

'આસાની' વાવાઝોડાએ ધારણ કર્યું નવું સ્વરુપ, જાણો હાલની સ્થિતિ વિશે...

author img

By

Published : May 11, 2022, 12:33 PM IST

Updated : May 11, 2022, 12:40 PM IST

આસાની વાવાઝોડાએ ધારણ કર્યું નવું સ્વરુપ
આસાની વાવાઝોડાએ ધારણ કર્યું નવું સ્વરુપ

દેશમાં હાહાકાર મચાવનાર આસામી વાવાઝોડાએ(CYCLONIC STORM ASANI) હવે નવું સ્વરુપ ધારણ કર્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડુ(cyclone Status) શાંત પડતું જોવા મળી રહ્યું છે અને પોતાની ગતિમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુંસાર તે આવતીકાલ સુધીમાં દરીયામાં સમાઇ જશે.

આંધ્ર પ્રદેશ : આંધ્ર પ્રદેશની હવામાન કચેરીએ(Andhra Pradesh Meteorological Office) જણાવ્યું છે કે, તીવ્ર ચક્રવાતી તોફાન 'આસાની' નબળું પડીને 'ચક્રવાતી વાવાઝોડા'માં(CYCLONIC STORM ASANI) પરિણમ્યું છે અને ગુરુવારે સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તે છેલ્લા 6 કલાકથી 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં, તે માછલીપટ્ટનમથી 50 કિમી, કાકીનાડાથી 150 કિમી અને એપીમાં વિશાખાપટ્ટનમ સુધી 310 કિમી પર કેન્દ્રિત છે. તે થોડીવારમાં દરિયાકાંઠાની નજીક પહોંચી જશે. હવામાન વિભાગના અધિકારીઓએ નરસાપુરમમાં સંભવિત વરસાદની ચેતવણી આપી છે.

આસાની વાવાઝોડાએ ધારણ કર્યું નવું સ્વરુપ

આ પણ વાંચો - 'આસાની'થી કોઈ પરેસાની નથી, દેશના આટલા રાજ્યોમાં આજે પડી શકે છે આજે વરસાદ...

આસાની બન્યું આસાન વાવાઝોડું - આસાની વાવાઝાડું સાંજે તે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવતીકાલે ઉત્તર આંધ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અધિકારીઓએ દરિયાકાંઠાના જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ ઉભા કર્યા છે. તોફાનથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં મંગળવાર રાતથી જ મરીન પોલીસ અને જિલ્લા અધિકારીઓ ચેતવણીઓ જારી કરી રહ્યા છે. મુખ્ય દરિયાકિનારાના પ્રવેશદ્વારો બંધ છે. માછીમારોને માછીમારી ન કરવા પણ ચેતવણી આપવામાં આવી હતી.

આ પણ વાંચો - ચારધામ યાત્રામાં મોતનો શિલશિલો યથાવત : યાત્રા દરમિયાન મોતનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો, આવી રીતે થઇ રહ્યા છે મોત

શું છે હાલની સ્થિતિ - તોફાનથી સુરક્ષિત ઇમારતોને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. કૃતિ વેણુ, નાગયા લંકા અને માછલીપટ્ટનમની આસપાસમાં રહેવા માટેની સુરક્ષીત વ્યવસ્થા કરવામા આવી છે. નિઝામપટ્ટનમ હાર્બરમાં આઠ નંબરના સિગ્નલની ચેતવણી જારી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતાની સમીક્ષા કરી. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વિશેષ ભાગ રુપે જવાનોને કટોકટીની સ્થિતિમાં રાહત કામગીરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

Last Updated :May 11, 2022, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.