ETV Bharat / state

અમદાવાદમાં અંધજન મંડળ ખાતે સ્માર્ટ કલાસની શરૂઆત

author img

By

Published : Jan 25, 2021, 7:32 AM IST

અમદાવાદ ખાતે આવેલી સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા અંધજન મંડળમાં બાળકો નવી ટેકનોલોજી સાથે ભણી શકે અને સમાજમાં પોતાની કુશળતા સાબિત કરીને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરી શકે તે હેતુથી ફક્ત દિવ્યાંગો માટે સ્માર્ટ કલાસ બનાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં અંધજન મંડળ ખાતે સ્માર્ટ કલાસની શરૂઆત કરાઇ
અમદાવાદમાં અંધજન મંડળ ખાતે સ્માર્ટ કલાસની શરૂઆત કરાઇ

  • અંધજન મંડળમાં સ્માર્ટ કલાસની કરવામાં આવી શરૂઆત
  • દિવ્યાંગો ડીજીટલ રીતે ભણી શકે તે માટેની કરવામાં આવી છે વ્યવસ્થા
  • રાઉન્ડ ટેબલ ઇન્ડિયા સંસ્થા દ્વારા અંધજન મંડળ ને કરવામાં આવ્યું છે દાન

અમદાવાદ : શહેરમાં આવેલી સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા અંધજન મંડળમાં બાળકો નવી ટેકનોલોજી સાથે ભણી શકે અને સમાજમાં પોતાની કુશળતા સાબિત કરીને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરી શકે તે હેતુ થી ફક્ત દિવ્યાંગો માટ ના સ્માર્ટ કલાસ બનાવવામાં આવ્યા છે. આજે દરેક બાળક ઓનલાઈન ભણતર મેળવી રહ્યું છે. ત્યારે કોરોનાના સમયના કારણે દિવ્યાંગ બાળકો જે અંધજન મંડળ ખાતે ભણી રહ્યા હતા. તેવા બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે હેતુથી રાઉન્ડ ટેબલ નામની સામાજિક કાર્ય કરતી સંસ્થાના ઉપક્રમે સ્માર્ટ કલાસમાં ઉપયોગમાં લેવામાં આવતા પ્રોજેક્ટર અને સ્ક્રીનનું દાન આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં અંધજન મંડળ ખાતે સ્માર્ટ કલાસની શરૂઆત કરાઇ
દિવ્યાંગ બાળકોને સ્માર્ટ કલાસની ભેટ

આ સ્માર્ટ કલાસ દ્વારા દિવ્યાંગ બાળકો અલગ અલગ વિષયોનું જ્ઞાન મેળવી શકશે અને આગળ વધી શકશે. સ્માર્ટ કલાસના ઉદઘાટન સમયે રાઉન્ડ ટેબલ ઇન્ડિયા અને લેડીઝ સર્કલ ઇન્ડિયાના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ નિધિ કરનાનીએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા પુરા ભારતમાં આ પ્રકારના સામાજિક કાર્યો કરે છે. આ દિવ્યાંગ બાળકોને સ્માર્ટ કલાસની ભેટ આપતા અને અંધજન મંડળ સાથે આ જોડાણ કરી ખૂબ આનંદિત છે. આ સંસ્થાના સભ્યો અંકિત પરીખ, પાયલ ગેહલોત, રોહન સરાફ, નિશા સરાફ અને અંધજન મંડળના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.