ETV Bharat / state

જૈન સમાજના પ્રશ્ને સરકાર એક્શન મોડ પર, ટાસ્ક ફોર્સની કરાશે રચના

author img

By

Published : Jan 3, 2023, 4:10 PM IST

Updated : Jan 3, 2023, 6:35 PM IST

પાલિતાણા મામલે ગુજરાત સરકારે (Gujarat Government) જૈન સમાજની વાત માનીને તપાસના આદેશ આપી દીધા છે. ગુજરાત સરકારે ખાતરી આપી છે કે, જૈન સમાજના પ્રશ્નોને ઉકેલવા માટે સરકાર તૈયાર છે. આ મામલે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ (Harsh Sanghvi Home Minister) એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં આ મામલે વિસ્તારથી ચર્ચા વિચારણા કરવામાં આવશે. આધારભૂત સુત્રો તરફથી આ કેસમાં એવી વિગત મળી છે કે, સરકાર SITની રચના કરીને તપાસ કરાવશે.

જૈન સમાજના પ્રશ્ને સરકાર એક્શનમોડ પર, SITની રચના થવાના એંધાણ
જૈન સમાજના પ્રશ્ને સરકાર એક્શનમોડ પર, SITની રચના થવાના એંધાણ

ગાંધીનગરઃ જૈનોના અતિપવિત્ર ગણાતા શેત્રુંજય તીર્થ અને સમ્મેત શિખર પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે અને તીર્થની પવિત્રતાને (Palitana vandalism Case) ખંડિત કરવા તથા તોડફોડ કરવામાં આવી હતી. જે મામલે સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના ઊંડા પડધા પડ્યા હતા. અંતે મામલો રાજ્યના ગૃહવિભાગ સુધી પહોંચી ગયો છે. જેને લઈને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ એક ખાસ બેઠક યોજી હતી.

ટાસ્ક ફોર્સની રચના: શેત્રુંજય પર્વત વિવાદ પર ગૃહપ્રધાને જણાવ્યું છે કે પાલિતાણા એ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તમામ પ્રશ્નોમાં વિચારણા કર્યા બાદ મુખ્યપ્રધાને નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવીને મહત્વના કામો માટે પગલાં લેવાશે. કોઈ પણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે. શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવામાં આવશે. જે માટે સરકારે ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે. ટાસ્ક ફોર્સમાં મહેસુલ, ફોરેસ્ટ, અને પોલીસ વિભાગના અધિકારીઓ રહેશે. જેની જાહેરાત કાલે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતમાં જૈન સમાજનો આક્રોશ, મૌન રેલી યોજી ઉગ્ર રોષ ઠાલવ્યો

તમામ જિલ્લામાં આવેદનઃ રાજ્યના તમામ જિલ્લાઓમાં જૈન સમાજ દ્વારા કલેક્ટર પત્રને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે અને મૌન રેલી રૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને ધીમે ધીમે આ તમામ જિલ્લાઓમાં જોવા મળ્યું હતું. રાજ્ય સરકાર સફાળી જાગી હતી. રાજ્યના રાજ્યકક્ષાના હર્ષ સંઘવીએ પણ ગૃહ-વિભાગની મેરેથોન બેઠક યોજી હતી. હવે આ મેરેથોન બેઠક બાદ કમિટીની જાહેરાત થવાની સંપૂર્ણ શક્યતા છે.

ક્યાં મુદ્દે વિરોધઃ જૈન સમાજના વિરોધની વાત કરવામાં આવે તો તારીખ 2 ઓગસ્ટ 2019 ના રોજ ભારત સરકારે દ્વારા સકલ જૈન સમાજનો પવિત્ર તીર્થસ્થાન સંવેદ શિખરજી ને તેથી જાન હટાવીને એ ખોટું સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાતથી સમગ્ર જૈન સમાજની આસ્થાને ઠેસ પહોંચી છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં પણ જૈન સમાજ દ્વારા તેને તીર્થસ્થાન જાહેર કરવામાં આવે તે બાબતની માંગ કરવામાં આવી છે. જ્યારે અત્યારે તો ગૃહ વિભાગ દ્વારા ત્યાં પોલીસ ચોકી ઉભી કરી દેવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકાર સત્તાવાર રીતે આપ સમગ્ર બાબતે એક કમિટીની જાહેરાત કરશે.

શું કહ્યું હર્ષ સંઘવીએઃ Etv ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જૈન સમાજનો રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યપ્રધાન દ્વારા આ બાબતે સોમવારના રોજ બે જાન્યુઆરીએ તેમના કાર્યાલયમાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જ્યારે જૈન સમાજના આ પ્રશ્નોના ઉકેલ કરવા માટે સરકાર આગામી સમયમાં એસઆઇટીની રચના કરશે. તેવું પણ આધારભૂત સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું હતું.

આ પણ વાંચોઃ ઉત્તરાયણ કાઉન્ટડાઉન: આ ભાઈએ બનાવી 15 અને 11 કિલોની બે બે ફિરકી, ગામ ઘેલું કર્યું

બેઠકનો ધમધમાટઃ જૈન સમાજના સમગ્ર વિરોધ બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ છેલ્લા બે દિવસથી ગૃહ વિભાગના અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજવી હતી જ્યારે સોમવારે રાત્રિના એક કલાક સુધી તેઓએ સમગ્ર મામલા ઉપર બેઠક યોજાઈને એક કમિટી તૈયાર કરવાની તૈયારીઓ દર્શાવી છે ત્યારે હવે ટૂંક સમયમાં જ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન આ સમગ્ર મામલે સત્તાવાર રીતે જાહેરાત કરશે.

Last Updated : Jan 3, 2023, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.