ETV Bharat / state

અમદાવાદ: મેન્ટનન્સના કારણે સી પ્લેનની સેવા અસ્થાઈ રૂપે બંધ કરાઈ

author img

By

Published : Nov 28, 2020, 3:29 PM IST

વડાપ્રધાન મોદીનું સી પ્લેનનું સપનું 1 મહિનામાં જ રોળાયું
વડાપ્રધાન મોદીનું સી પ્લેનનું સપનું 1 મહિનામાં જ રોળાયું

અમદાવાદમાં એક મહિના પહેલા શરૂ કરાયેલી સી પ્લેન સેવા હાલ બંધ કરવામાં આવી છે. સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે. તે પરત ફર્યા બાદ સી પ્લેન સેવા ફરી શરુ કરવામાં આવી શકે છે.

  • સી પ્લેન સેવા હાલ બંધ
  • સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદીવ જવા માટે રવાના
  • સી પ્લેનનુ મેન્ટેનન્સ કામ પૂર્ણ થતા ફરશે પરત

અમદાવાદઃ અમદાવાદમાં એક મહિના પહેલા શરૂ કરાયેલી સી પ્લેન સેવા હાલ બંધ કરવામાં આવી છે. સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે. તે પરત ફર્યા બાદ સી પ્લેન સેવા ફરી શરુ કરવામાં આવી શકે છે.

મેન્ટેનન્સનું કારણ દર્શાવી સી પ્લેન સેવા બંધ

સ્પાઇસ જેટના મીડિયા કમ્યુનિકેશન અધિકારી સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતુ કે, સી પ્લેન માલદીવ ખાતે મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે. જ્યારે સી પ્લેનનું મેન્ટેનન્સ કામ પૂર્ણ થઇ જશે ત્યારે આ પ્લેન પરત ફરશે.

મેન્ટનન્સના કારણે સી પ્લેનની સેવા અસ્થાઈ રૂપે બંધ કરાઈ
વડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે સી પ્લેન

ગત 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનના લોકાર્પણ માટે ગુજરાત આવ્યા હતા. મહત્વનું છે કે, આજે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે મેન્ટેનન્સના નામે જ સી પ્લેન સેવા હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

સી પ્લેનની સેવા ફરી શરૂ થવાની રાહ

મહત્વનું છે કે, ગત 31 તારીખથી શરૂ થયેલા સી પ્લેનની સેવા ફક્ત 800 જેટલા લોકોએ જ માણી હતી. સી પ્લેનની સવારીમાં પ્રથમ ફ્લાઇટનું ભાડું 1580થી શરૂ થાય છે. જ્યારે બીજી ફ્લાઇટનું 2000થી વધારે છે. માટે પહેલી ફ્લાઈટ માટે તો લોકો ઇન્કવાયરી કરી રહ્યા છે અને બુક પણ કરાવી રહ્યા છે. પરંતુ ફ્લાઈટના અન્ય કારણોસર પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સી પ્લેનની સેવા ફરી ક્યારે શરૂ તે જોવું રહ્યુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.