ETV Bharat / state

Sai Baba Temple in Ahmedabad:અમદાવાદમાં એવું મંદિર કે જ્યાં માત્ર ગુરુવારે દર્શન કરવાથી દુઃખ દર્દ દૂર થાય છે.

author img

By

Published : Feb 16, 2023, 10:57 AM IST

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ સાઈબાબાનુ મંદિર આવેલું છે.જ્યાં દર ગુરુવારે અંદાજિત 10,000 થી પણ વધુ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવે છે. આ મંદિરમાં પાંચ સાત કે અગિયાર ગુરુવાર દર્શન કરવાથી પોતાના દુઃખો દૂર થાય છે.

અમદાવાદમાં એવું  મંદિર કે જ્યાં માત્ર ગુરુવારે દર્શન કરવાથી દુઃખ દર્દ દૂર થાય છે.
અમદાવાદમાં એવું મંદિર કે જ્યાં માત્ર ગુરુવારે દર્શન કરવાથી દુઃખ દર્દ દૂર થાય છે.

Sai Baba Temple in Ahmedabad:અમદાવાદમાં એવું મંદિર કે જ્યાં માત્ર ગુરુવારે દર્શન કરવાથી દુઃખ દર્દ દૂર થાય છે.

અમદાવાદઃ હિન્દુ ધર્મની અંદર ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને એ આસ્થા પણ અનેક મંદિરો સાથે જોડાયેલી જોવા મળશે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલી પીડાઓ, દુઃખ, દરિદ્ર દૂર કરવા માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરતા હોય છે. ત્યારે અમદાવાદનું એવું ખાડિયા વિસ્તારમાં આવેલું ગુજરાતનું પહેલું સાંઈબાબા મંદિર જ્યાં માત્ર ગુરુવાર દર્શન કરવાથી જ પોતાના દુઃખ દરિદ્ર દૂર થાય છે.

સાઈબાબાનુ મંદિર
સાઈબાબાનુ મંદિર

ગુજરાતનું પ્રથમ સાંઈબાબા મંદિરઃ મંદિરના પૂજારી કેતન ભાઈ etv bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ મંદિર અંદાજિત 60 વર્ષ જૂનું છે.આ મંદિર સૌથી પહેલા રીલીફ રોડ પર આવેલ ધનાસુથારની પોળમાં રહેતા રતિલાલ ચીમનલ શેઠના મકાનની અંદર સાઈબાબાની ચાંદની મૂર્તિની પૂજા કરવામાં આવતી હતી.

મોટું મંદિર બનાવવાનો નિર્ણયઃ મંદિરમાં રોજ ભજન કીર્તન પણ કરવામાં આવતા હતા. પરંતુ ધીમે ધીમે ભક્તોની સંખ્યા વધતા અને ભક્તોની મનોકામના પૂર્ણ થતા મોટું મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભક્તો દ્વારા પણ પોતાની યથાશક્તિ આ મંદિર બનાવવા માટે દાન પણ આપ્યું હતું.

સાઈબાબાનુ મંદિર
સાઈબાબાનુ મંદિર

આ પણ વાંચોઃ MahaShivratri 2023: તમામ મનોકામના પૂર્ણ કરશે પાર્થેશ્વર શિવલીંગ, જાણો પૂજા-અભિષેક વિશે

પરમ પૂજ્ય યોગીજી મહારાજ હસ્તે સ્થાપનાઃ અંદાજિત 1960 ની આસપાસ ખાડીયાની અંદર મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું.સ્વામિનારાયણના પરમ પૂજ્ય યોગીજી મહારાજના હસ્તે સાંઈબાબાની આરસની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી હતી. આ ગુજરાતનું પ્રથમ સાઈબાબા મંદિર છે. સાથે સાથે શેરડી બાદ ગુજરાતમાં પ્રથમ સાઈબાબાની યુવા અવસ્થાની મૂર્તિ જોવા મળી આવે છે.રામનવમી, શિવરાત્રી, ગુરુપૂર્ણિમા દિવસે પણ અહીંયા ખાસ મહોત્સવ ઉજવાય છે. જેમાં ખાસ કરીને દર ગુરૂવારના રોજ 10000થી પણ વધારે શ્રદ્ધાળુ અહીંયા સાઈબાબાના મંદિર દર્શને આવે છે.

સાઈબાબાનુ મંદિર
સાઈબાબાનુ મંદિર

આરતીના દર્શનથી દીકરી બચી ગઈઃ રૂપેશ ભાઈએ etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું 1999માં મારી દીકરીને તબિયત સારી ન હોવાથી તેને લઈને મંદિરની બહાર રડતા રડતા લઈને આવ્યો હતો. બહારથી જ દર્શન કર્યા હતા ત્યારે અચાનક એક ભાઈએ મને મંદિર અંદરથી બોલાવ્યો કે અંદર આવો ત્યારે મેં જવાબ આપતા જણાવ્યું કે ના હું ખૂબ મોટી પરેશાનીમાં છું એટલે હું નહીં આવું ત્યારે એ ભાઈએ મને જવાબ આપતા કહ્યું કે, હા મને ખબર છે એટલે જ હું તમને અંદર બોલાવી રહ્યો છું. જ્યારે હું અંદર આવ્યો ત્યારે આરતી ચાલુ હતી. મારી દીકરીની એવી તબિયત હતી કે, ડોક્ટરે જવાબ આપ્યો હતો કે આ છોકરી બચી શકશે નહીં. પરંતુ આ આરતી પછી અચાનક એવું તો શું થયું કે મારી દીકરી સ્વસ્થ થઈ ગઈ અને આજ સુધી પણ તેને એક પણ રોગ નથી. ત્યારબાદથી હું અહીંયા દરરોજ સવારે આરતીમાં આવું છું. આ બાદ મારા ઘણા પણ એવા કામો છે જે આ સાઈબાબાએ પૂર્ણ કર્યા છે.

સાઈબાબાનુ મંદિર
સાઈબાબાનુ મંદિર

આ પણ વાંચોઃ Hanumanji Mandir: વિઝા નથી મળતા! કરો આ હનુમાનજીના દર્શન ને પછી જૂઓ ચમત્કાર

ગુરુવારના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છેઃ સાંઈબાબાના મંદિરે ગુરુવારે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે. જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે કે સમસ્યા આવે, ત્યારે સાંઈબાબાના 5,7 કે 11 ગુરુવાર દર્શન કરવાની માનતા રાખવામાં આવે તો તે કામ અવશ્ય પૂર્ણ થાય છે. એવું જ સાંઈબાબાના મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. પોતાની મુશ્કેલી અને સમસ્યાઓ પણ સાઈબાબા સામે રજૂ કરે છે અને તેમની પણ સમસ્યાઓ પૂર્ણ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.