ETV Bharat / state

Russia Ukraine Crisis: યુક્રેનમાં યુદ્ધ વચ્ચે અમદાવાદના વિદ્યાર્થીએ ભારત સરકાર પાસે મદદની આજીજી કરી

author img

By

Published : Feb 24, 2022, 8:31 PM IST

રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ(Russia Ukraine Crisis) ચાલી રહ્યું છે. જે ભારતીયો ડરી ગયા છે તેઓ બીજા સેફ સ્થળે જવા માટે નીકળી ગયા છે. તેઓનું કહેવું છે કે ભારત સરકાર અમને(Indian student in Ukraine) મદદ કરે. અમદાવાદના મૃણાલ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં યૂક્રેનમાં શું થઇ રહ્યું છે તે વિશે જણાવ્યું હતું.

Russia Ukraine Crisis: યુક્રેનમાં તંગદિલી ભરી પરિસ્થિતિ, ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે મદદની આજીજી કરી
Russia Ukraine Crisis: યુક્રેનમાં તંગદિલી ભરી પરિસ્થિતિ, ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે મદદની આજીજી કરી

અમદાવાદઃ રશિયા અને યૂક્રેન વચ્ચે તંગદીલી યુધ્ધનો માહોલ (Russia Ukraine Crisis)ચાલી રહ્યો છે. જેના કારણે યૂક્રેનમાં અભ્યાસ માટે ગયેલા પોતાના સંતાનોને લઈ માતાપિતા મન શ્વાસ (Indian student in Ukraine)અધ્ધર થઈ ગયા છે. અમદાવાદના એસ.ટી. વિભાગમાં (ST of Ahmedabad Section)કામ કરતા નીતિનભાઈના પુત્ર મૃણાલ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં યૂક્રેનમાં ચાલી રહેલી તંગદીલી વિશે જણાવ્યું હતું. ત્યારે સમગ્ર દુનિયાની નજર હાલ રશિયા અને યુક્રેન વચ્ચે જોવા મળી રહેલી તણાવ ભરેલી પરિસ્થિતિ પર છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું છે. દરેક દેશો પોતાના(INDIAN EMBASSY IN UKRAINE) રાજદૂતોને પરત બોલાવી રહ્યા છે.

યુક્રેનમાં તંગદિલી ભરી પરિસ્થિતિ

માહોલ ખૂબ જ તણાવભર્યો

રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં સમગ્ર યુક્રેનને આર્મીના હવાલે કરવામાં આવ્યું છે. ભારતીય વિદ્યાર્થી મૃણાલ પંડ્યા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે યુક્રેનમાં અમને ક્યાંય બહાર નીકળવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે જ્યાં છો ત્યાં જ રહો તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્યાં ઇમરજન્સી જાહેર કરવામા આવ્યું છે. હાલમાં ત્યાંનો માહોલ ખૂબ જ તણાવ ભર્યો છે.

આ પણ વાંચોઃ Jitu Vaghani on Ukraine: ગુજરાતના 3,000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છેઃ જિતુ વાઘાણી

ભારતીય વિદ્યાર્થીઓને હિંમત આપી

જ્યારે જે ભારતીયો ડરી ગયા છે તેઓ બીજા સેફ સ્થળે જવા માટે નીકળી ગયા છે. તેઓનું કહેવું છે કે ભારત સરકાર અમને મદદ કરે તો સારું. ત્યારે સરકાર ભારતીય વિદ્યાર્થીઓને અહીંથી સુરક્ષિત ભારત પરત લઈ જાય. ત્યારે યુક્રેનમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને મદદ કરવામાં આવે ત્યારે હવે ત્યાંના વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે હવે વિદ્યાર્થીઓના ભારતમાં રહેતા પરિવારજનોને ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ હિંમત આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ Bharuch Student asks for Help: યુક્રેનમાં લોકોને મદદ કરવામાં ભારતીય દૂતાવાસે હાથ કર્યા ઊંચા, ભરૂચની વિદ્યાર્થિનીએ વર્ણવી આપવીતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.