ETV Bharat / state

કારની લે વેચના નામે લાખોની ઠગાઈ કરનાર આરોપીની ગ્રામ્ય SOG એ કરી ધરપકડ

author img

By

Published : Jan 9, 2023, 12:42 PM IST

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ એક એવા ભેજાબાજની ધરપકડ કરી (Rural SOG arrested the accused who car leasing)છે, જે ગાડી લે વેચનું કામ કરતો હતો પણ તેને છેલ્લા બે વર્ષમાં એવું તો કામ કર્યું કે આ આરોપી પાસેથી ગાડી ખરીદનાર અને ગાડી વેચનાર બંને પસ્તાઈ રહ્યા છે.

Rural SOG arrested the accused who car leasing
Rural SOG arrested the accused who car leasing

અમદાવાદ: સામાન્ય રીતે લોકો પોતાની કાર વેચવા કે જૂની કાર ખરીદવા જે તે સ્થાનિક દલાલનો સંપર્ક કરતા હોય (Rural SOG arrested the accused who car leasing)છે. તેમાં પણ સ્થાનિક વિસ્તારમાં જ વર્ષોથી કાર લે વેચનુ કામકાજ કરતો કોઈ વ્યક્તિ હોય તો લોકો તેના પર જલ્દી વિશ્વાસ મૂકતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક કાર બ્રોકર પર લોકોએ વિશ્વાસ મૂક્યો પણ તેમને વિશ્વાસઘાત મળ્યો છે.

કાર લે વેચનું કામકાજ: આ મામલે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકોની ધરપકડ કરાઈ છે. પિયુષ પટેલ વર્ષોથી અમદાવાદ અને મહેસાણા ખાતે કાર લે વેચ નું કામકાજ કરતો હતો. પિયુષ પટેલ વિસનગર ખાતે કાર લે વેચનો ધંધો કરતો હતો. પિયુષ પાસે સારી સ્થિતિમાં જૂની કાર મળી જતી હોવાથી લોકો તેના પર વિશ્વાસ કરતા હતા. થોડા સમયમાં લોકોનો વિશ્વાસ કેળવી પિયુષને વધુ પૈસા કમાવવાની લાલચ જાગી અને તેણે દેવસિંહ સાથે મળીને લોકો સાથે વિશ્વાસઘાત કરવાનું શરૂ કર્યું હતું .

ગ્રાહકના વિશ્વાસનો લાભ: બે વર્ષ અગાઉ ગ્રાહકના વિશ્વાસનો લાભ લઇ પિયુષ પટેલે મુળ ગાડી માલીકને તેની ગાડીના પૈસા નહી ચુકવી અન્ય વ્યક્તિને બારોબાર વેચી દીધી હતી. પિયુષ ગાડી વેચનાર ગ્રાહક પાસેથી ઉંચા ભાવે ગાડી મેળવી તેને પોતાના ખાતામાં પુરતુ બેલેંસ ન હોવા છતા ચેક આપતો અને ખરીદનાર ગ્રાહકને નીચા ભાવે ગાડી વેચી મારતો હતો. સાથે જ OLX પર ગાડી વેચનાર અને ખરીદનાર બન્નેનુ સંકલન કરાવડાવી વેચનારને ઉંચો ભાવ જણાવી ખરીદનારને નીચો ભાવ જણાવી એકબીજાને અંધારામાં રાખી ખરીદનાર પાસેથી રૂપિયા મેળવી લેતો હતો.

પોલીસે છેતરપિંડીની ફરિયાદ: બાદ પિયુષ પટેલ અને દેવસિંહ ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસે પિયુષ પાસેથી મર્સિડીઝ બેન્ઝ, મારૂતી અર્ટીગા સહિતની ગાડીઓ મળી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પિયુષ વિરૂદ્ધ અમદાવાદના સોલા હાઇકોર્ટ, સેટેલાઇટ, નારણપુરા, બોપલ, રાજકોટનાં એ.ડિવીઝન પોલીસ સ્ટેશન, ગાંધીનગરનાં અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને કાર લે વેચમાં આશરે 76 લાખ રૂપિયાની છેતરપીંડી કરી છે.

રૂપિયા ની લેતી દેતીમાં ગોટાળા: લોકોનો વિશ્વાસ કેળવ્યા બાદ પિયુષ પટેલે અનેક કાર લે વેચ કરી હતી જે બાદ રૂપિયા ની લેતીદેતીમાં ગોટાળા કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. હાલતો પોલીસે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકાની ધરપકડ કરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ અને અન્ય કોઈ કાર માલિક ભોગ બનનાર છે કે નહિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.