ETV Bharat / state

Mohan Bhagwat: "ભારત સમાજથી ઘડાશે, સબળ સમાજ નહિ હોય તો કંઈ નહિ થાય"

author img

By

Published : Apr 14, 2023, 11:49 AM IST

Updated : Apr 14, 2023, 8:39 PM IST

RSS વડા મોહન ભાગવત બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજિત 10 હજારથી વધુ કાર્યકર્તા હાજર રહ્યા હતા.

Mohan Bhagwat in Ahmedabad: RSS વડામોહન ભાગવત GMDC જંગી સભાને સંબોધિત કરશે.
Mohan Bhagwat in Ahmedabad: RSS વડામોહન ભાગવત GMDC જંગી સભાને સંબોધિત કરશે.

RSS વડા મોહન ભાગવત બે દિવસ માટે ગુજરાત પ્રવાસે

અમદાવાદઃ RSSના વડા મોહન ભાગવત બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં "સમાજશક્તિ સંગમ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મોહન ભાગવતે સ્ટેજ પર ડો. બાબા આંબેડકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ RSSના સ્વંયમસેવકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંઘના ધ્વજને લહેરાવીને ગીત ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ RSS વડા મોહન ભાગવતે 8 વર્ષ બાદ જાહેર સભામાં સ્વયં સેવકોને સંબોધન કર્યું હતું.

જીએમડીસી ગ્રાઉન્ડમાં
જીએમડીસી ગ્રાઉન્ડમાં "સમાજશક્તિ સંગમ" કાર્યક્રમનું આયોજન

જોઈએ એવું પરિવર્તન નથી આવ્યું: મોહન ભાગવતે સ્ટેજ પરથી સંબોધન કરતાં કહ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ આજે ઉજવાઈ રહ્યો છે. દર મહિનાની 14 તારીખ પરિવર્તનની તારીખ હોય છે. ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ એક એવી ઘટના હતી કે કોઈએ ધ્યાન નથી આપ્યું. પરિવર્તન આવવું જોઈએ જે આવ્યું નથી. બાબા સાહેબ આંબેડકર સહિત અનેક લોકો સાથે રહી ને દેશ માટે કામ કર્યું છે. બાબા સાહેબે સંવિધાન બનાવ્યું. બાબા સાહેબે એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું. દેશમાં સામાજિક સમરસતા લાવવી જરૂરી છે.

સમાજમાંથી ભેદને મિટાવવો પડશે. આપણે એ દિશામાં આગળ વધવાનું છે. દેશમાં વિદેશી નહિ જોઈએ આપણે આપણું રાજય એટલે જોઈએ કેમ કે ગુલામીમાં પોતાની અભિવ્યક્તિ નથી હોતી. સ્વતંત્ર બનવા સ્વતંત્ર થયા છીએ. વિદેશી લોકો અહીંયા આવ્યા ત્યારે કોઈ પણ વસ્તુ તેમને અનુકૂળ નહોતી તેમ છતાં કેમ અહીયા આટલા વર્ષ સુધી રાજ કર્યુ કારણ કે ભારત તે સમયે સૌથી સમૃદ્ધ દેશ હતો.

કાર્યક્રમમાં અંદાજિત 10 હજારથી વધુ કાર્યકર્તા હાજર રહ્યા
કાર્યક્રમમાં અંદાજિત 10 હજારથી વધુ કાર્યકર્તા હાજર રહ્યા

દેશમાં ગરીબી હટી નથી: દેશ આર્થિક રીતે આગળ વધી રહ્યો છે. પરંતુ દેશમાં ગરીબી હટી નથી. અનેક કામો છે જેને પૂર્ણ કરતા સમય લાગશે. દેશ સામે મુશ્કેલી અનેક આવશે. તેનો સામનો કરીને જ આગળ વધી શકશું. આજ ભારત દેશ દુનિયામાં મોટો થયો છે. દેશમાં પ્રતિષ્ઠા મળી છે. G20 નેતૃત્વ કરવા મોકો મળ્યો છે. દેશની સીમા બચાવવા માટે સૈનિકો રાત દિવસ જાગી રહ્યા છે.

આ દેશમાં વિદેશી ન જોઈએ: આઝાદીના 75 વર્ષ ઉજવામાં આવી રહ્યો છે. આપણે સ્વતંત્ર થાય છીએ. આપણા દેશમાં કોઈ હિંમત નહોતી કે જીતી શકે. અનેક લોકોના બલિદાન પછી આઝાદી મળી હતી. આજે બેઠેલા તમામ સંસદ અને ધારાસભ્યો સ્વતંત્રતાના 75 વર્ષ જોઈ રહ્યા છે. આ દેશમાં વિદેશી ન જોઈએ. અમારા હાથમાં દેશ જોઈએ શા માટે કેમકે ગુલામીમાં ક્યારેય પણ પોતાની અભિવ્યક્તિ ન હોઈ શકે.

આ પણ વાંચોઃ RSS Exhibition in Gujarat: RSSના કાર્યક્રમમાં ઝીણાની તસવીર દેખાતા વિવાદ

10 હજારથી વધુ કાર્યકરો હાજર: સંઘના મતે, સ્વાભિમાની, આત્મનિર્ભર અને સક્ષમ ભારત દરેકનું સ્વપ્ન છે. આ સ્વપ્ન સાકાર કરવા માટે શિસ્ત સાથે સંગઠિત સમાજનું નિર્માણ કરવું જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને સમાજશક્તિ સંગમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ સંઘ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 2024ની ચૂંટણી ગુજરાતમાં RSSનો પાવર શો, 10,000 સ્વયંસેવકોને સંબોધશે મોહન ભાગવત

ગ્રંથનું લોકાર્પણઃ આવતી કાલે સવારે મોહનભાગવત ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ ક્ષેત્રે પૂનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 જેટલા ગ્રંથો લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતના આ બે દિવસના પ્રવાસને લઈને આવનાર લોકસભાની ચૂંટણી લઈને પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યો છે. જોકે, કાર્યકર્તાઓ સાથે બેઠકનો ધમધમાટ ભાગવત આવે એ પહેલાથી શરૂ થઈ ચૂક્યો છે. ચૂંટણીને લઈને આ બેઠક અતિ મહત્ત્વની માનવામાં આવી રહી છે. પણ આ મામલે કોઈ પદાધિકારી કે નેતાએ કોઈ મોટી ચોખવટ કરી નથી. માત્ર કાર્યકર્તાઓ તથા આગેવાનો એ બેઠકમાં ભાગ લઈને ચર્ચા વિચારણા કરી છે.

Last Updated :Apr 14, 2023, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.