ETV Bharat / state

કેશુભાઈ અને વડાપ્રધાન મોદી વચ્ચે સંબધો કેવા હતા? આવો જાણીએ...

author img

By

Published : Oct 29, 2020, 5:47 PM IST

Updated : Oct 29, 2020, 7:54 PM IST

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું આજે 92 વર્ષની વયે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવુક થઈને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ વચ્ચે કેવા સંબધો હતા, આવો જોઈએ વિશેષ અહેવાલ...

Keshubhai patel
Keshubhai patel

  • કેશુભાઈ “બાપા”ના હુલામણા નામે જાણીતા
  • નરેન્દ્ર મોદી બાપાને ગુરુ માનતા હતા
  • નરેન્દ્ર મોદી શપથગ્રહણ પહેલા કેશુભાઈ પટેલના આર્શિવાદ લેતા હતા


અમદાવાદઃ કેશુભાઈ પટેલ બાપાના હુલામણા નામથી પ્રચલિત હતા. કેશુભાઈ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં હોવાથી તેમની બોલી પણ ગામડાની હતી, પણ તેમણે રાજકીય ક્ષેત્રે ઘણુ કાઠું કાઢ્યું હતું. નરેન્દ્ર મોદી કેશુભાઈને ગુરુ માનતા હતા અને તેઓ જ્યારે દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે નરેન્દ્ર મોદી કેશુભાઈના બંગલે જઈને તેમને વંદન કર્યા હતા અને આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હી ગયા હતા. કારણ કે કેશુભાઈએ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરીને બહુમતીવાળી સરકાર બનાવી ત્યારથી માંડીને આજ સુધી તેમની મહેનત રંગ લાવી છે. આજે ભારતમાં ભાજપની સરકાર છે, તેનું શ્રેય સીધી રીતે જોઈએ તો કેશુભાઈ પટેલને જાય છે. જેથી કેશુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં વધુ લોકપ્રિય અને વડીલ નેતા તરીકે રહ્યા છે.

નરેન્દ્ર મોદી કેશુભાઈને વંદન કરીને આર્શિવાદ લેતા હતા

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે પણ કેશુભાઈના આર્શિવાદ લેવા ગયા હતા. 2001માં ભારે અસંતોષ વચ્ચે ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું અને તેમના સ્થાને નરેન્દ્ર મોદીને બેસાડ્યા હતા. જે કેશુભાઈ પટેલ માટે મોટો ઝાટકો હતો. આ કારણોસર કેશુભાઈ અને નરેન્દ્રભાઈ વચ્ચે સંબધોમાં થોડી ખટાસ આવી હતી, પણ નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલ વચ્ચેના સંબધોમાં ક્યારેય ખટાસ આવવા દીધી નથી અને નરેન્દ્ર મોદી કેશુભાઈને ગુરુ માને છે.

નરેન્દ્ર મોદી કેશુભાઈને વંદન કરીને આર્શિવાદ લેતા હતા
નરેન્દ્ર મોદી કેશુભાઈને વંદન કરીને આર્શિવાદ લેતા હતા
લીલા બાના હાથના બાજરી રોટલા નરેન્દ્રભાઈ યાદ કરે છે

નરેન્દ્ર મોદી કેશુબાપાને ઘરે જમવા જાય ત્યારે લીલાબાના હાથના બાજરીના રોટલા અને ઓળો ખાતા હતા. કેશુબાપા ભાજપના કાર્યકરોને પણ પ્રેમથી ખવડાવતા હતા. આવો કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી વચ્ચે પ્રેમનો સંબધ હતો.

અનેક રાજકીય નેતાઓ માટે કેશુભાઈ પટેલ વડીલ હતા

અમિત શાહ, વિજય રૂપાણી, આનંદીબહેન પટેલ, વજુભાઈ વાળા, સંજય જોષી જેવા અગ્રણી નેતાઓ પણ વાર-તહેવારે કેશુબાપાને મળીને તેમને વંદન કરીને આર્શિવાદ મેળવતા હતા.

હું ખૂબ દુઃખી થયો છુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલના નિધનના સમાચાર જાણીને ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, પ્રિય અને સન્નમાનીય કેશુભાઈના નિધનથી હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. તેઓ ઉમદા નેતા હતા, જેમણે સમાજના દરેક તબક્કા માટે કામ કર્યું હતું અને તેમનું જીવન ગુજરાતના વિકાસ માટે સમર્પિત હતું. જેઓ દરેક સંભાળ પણ રાખતા હતા.

Last Updated :Oct 29, 2020, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.