ETV Bharat / state

અમદાવાદ કોર્પોરેશન ટેક્સની આવકમાં જંગી વધારો, 900 કરોડને પાર

author img

By

Published : Oct 28, 2022, 4:05 PM IST

અમદાવાદ કોર્પોરેશન ટેક્સની આવકમાં જંગી વધારો, 900 કરોડને પાર
અમદાવાદ કોર્પોરેશન ટેક્સની આવકમાં જંગી વધારો, 900 કરોડને પાર

અમદાવાદ કોર્પોરેશન ટેક્સની આવકમાં જંગી વધારો જોવા (Ahmedabad corporation tax revenue) મળ્યો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે 23 ટકા જેટલી ટેક્સની આવકમાં વધારો થયો છે. ટેક્સની આવક 900 કરોડને પાર પહોંચી હતી. (Rebate scheme in Ahmedabad)

અમદાવાદ કોર્પોરેશન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ યોજના અંતર્ગત શહેરની જનતાને અલગ અલગ ટેક્સમાંથી રાહત આપવામાં આવી હતી. સાથે જ રિબેટ યોજના શરૂ કરવામાં આવી હતી. જે રિબેટ યોજનાનો અમદાવાદ શહેરની (amc tax rebate scheme 2022 23)જનતાએ લાભ લીધો હતો. જેના કારણે અમદાવાદ કોર્પોરેશન ટેક્સની આવકમાં 23 ટકા જેટલો વધારો થયો હતો અને ટેક્સની આવક 900 કરોડને પાર પહોંચી હતી. ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અદાણી દ્વારા સંચાલન કરવામાં આવે છે તેમની પણ નીકળતી 10.84 કરોડની ટેક્સની રકમ વસૂલવામાં આવી છે. (Rebate scheme in Ahmedabad)

ગત વર્ષની સરખામણી આવક વધુ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરની જનતા વધુમાં વધુ વિકાસમાં (amc tax bill) ફાળો આપે તે માટે રિબેટ યોજના લાગુ કરવામાં આવી હતી. જે ગતની વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ કોર્પોરેશન ટેક્સની આવકમાં 23 ટકા જેટલો જંગી વધારો જોવા મળ્યો હતો. જેના પગલે આ વર્ષે અમદાવાદ કોર્પોરેશનને ટેક્સની આવાક 900 કરોડને પાર પહોંચી છે.(Ahmedabad corporation tax revenue)

આઝાદી 75 વર્ષ અંતર્ગત 75 ટકા રિબેટ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષ આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આઝાદી અમૃત મહોત્સવ 2022 અંતર્ગત કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરની જનતાને ટેક્સની (amc tax rebate scheme) રકમ બાકી નીકળતા તેવા લોકોએ 8 ઓગસ્ટ 2022થી 21 ઓક્ટોબર 2022 સુધી ટેક્સના વ્યાજમાં 75 વ્યાજ માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો અમદાવાદ શહેરીજનોએ પૂરો લાભ લઈને પોતાની બાકી નીકળતી રકમ પણ ભરી છે. આ યોજનાનો લાભ અમદાવાદ શહેરના 1,83,000 લોકોએ લાભ લીધો છે. જેના પગલે આ યોજના અંતર્ગત 146.90 કરોડની આવક કોર્પોરેશનને થવા પામે છે. જ્યારે 24.92 કરોડ રિબેટ પણ આપવામાં આવ્યું છે.(Azadi Ka Amrit Mahotsav Yojana)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.