ETV Bharat / state

રથયાત્રામાં જોવા મળી કોમી એક્તા, મુસ્લિમ બિરાદરોએ મીઠાઈ ખવડાવી રથયાત્રાની શુભેચ્છા પાઠવી

author img

By

Published : Jul 4, 2019, 2:29 PM IST

અમદાવાદ: આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા અમદાવાદમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. ત્યારે લોકોમાં પણ રથયાત્રાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રથયાત્રા જોવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. મુસ્લિમ બિરાદરોએ સાધુઓ અને ભક્તોને મોં મીઠું કરાવી રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી.

સ્પોટ ફોટો

અમદાવાદમાં વિવિધ રસ્તાઓ પરથી રથયાત્રા પસાર થતી હોય છે. લોકો પણ આ રથયાત્રાનો તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તેવું ઇચ્છતા હોય છે. ત્યારે આ રથયાત્રા મુસ્લિમ વિસ્તારોમાંથી પણ પસાર થતી હોય છે. મુસ્લિમ બિરાદરો પણ આ રથયાત્રાનું સ્વાગત કરતા હોય છે અને રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પણ પાણી અને બીજી અન્ય સુવિધા પુરી પાડતા હોય છે.

રથયાત્રામાં જોવા મળી કોમી એકતા
આ વખતની રથયાત્રામાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. મુસ્લિમ બિરાદરોએ સાધુઓ અને ભક્તોને મોં મીઠું કરાવી રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી અને કોમી એકતા જળવાઈ રહે તે માટે પણ અપીલ કરી હતી.
Intro:આજે ભગવાન જગન્નાથ ની 142 મી રથયાત્રા અમદાવાદમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે ત્યારે લોકો માં પણ રથયાત્રા નો ઉત્સાહ જોવા મળ્યો હતો આ રથયાત્રા જોવા માતે લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા Body:આ વખતે ભગવાન જગન્નાથ ની 142 મી રથયાત્રા ને લઈને લોકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ માં વિવિધ રસ્તાઓ ઉપર રથયાત્રા પસાર થતી હોય છે ત્યારે લોકો પણ આ રથયાત્રા નો તહેવાર શાંતિ પૂર્ણ માહોલ માં થાય તેવું ઇચ્છતા હોય છે ત્યારે આ રથયાત્રા મુસ્લિમ વિસ્તારો માંથી પણ પસાર થતી હોય છે ત્યારે મુસ્લિમ બિરાદરો પણ આ રથયાત્રા નું સ્વાગત કરતા હોય છે અને રથયાત્રામાં જોડાયેલા ભક્તો ને પણ પાણી અને બીજી અન્ય સુવિધા પુરી પાડતા હોય છે

આ વખતની રથયાત્રા માં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા મુસ્લિમ બિરાદરો એ સાધુઓ અને ભક્તોને મોં મીઠું કરાવી રથયાત્રા ની શુભેચ્છા પાઠવી હતી અને કોમી એકતા જળવાઈ રહે તે માટે પણ અપીલ કરી હતી Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.