ETV Bharat / state

Ranji Trophy 2022: રણજી ટ્રોફી ફરી શરૂ કરવા અમે પડદા પાછળ ખૂબ પ્રયત્ન કર્યા : જય શાહ

author img

By

Published : Feb 17, 2022, 3:19 PM IST

Ranji Trophy 2022: રણજી ટ્રોફી ફરી શરૂ કરવા અમે પડદા પાછળ ખૂબ પ્રયત્ન કર્યા : જય શાહ
Ranji Trophy 2022: રણજી ટ્રોફી ફરી શરૂ કરવા અમે પડદા પાછળ ખૂબ પ્રયત્ન કર્યા : જય શાહ

શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વન-ડે શ્રેણી બાદ રણજી ટ્રોફી(Ranji Trophy 2022)મેચ રમાવાની શરૂઆત થઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Cricket Stadium)પર 17 ફેબ્રુઆરીથી લઈને 6 માર્ચ સુધી ચાર ટીમો વચ્ચે રણજી ટ્રોફીની(Ranji Trophy ) કુલ 06 મેચ રમાશે. કાઠિયાવાડ પ્રિન્સલી સ્ટેટના મહારાજા અને મહાન ક્રિકેટર જામ રણજીતસિંહના નામે આ ટ્રોફી રમાય છે.

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વન-ડે શ્રેણી બાદ રણજી ટ્રોફી (Ranji Trophy 2022)મેચ રમાવાની શરૂઆત થઈ છે. આ માટે રણજી ટ્રોફીની (Ranji Trophy)38 ટીમોમાંથી ચાર ટીમ અમદાવાદ પહોંચી છે.

મહારાજા રણજીતસિંહના નામે ફસ્ટકલાસ ક્રિકેટ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Cricket Stadium) પર 17 ફેબ્રુઆરીથી લઈને 6 માર્ચ સુધી ચાર ટીમો વચ્ચે રણજી ટ્રોફીની(Ranji Trophy) કુલ 06 મેચ રમાશે. કાઠિયાવાડ પ્રિન્સલી સ્ટેટના મહારાજા અને મહાન ક્રિકેટર જામ રણજીતસિંહના નામે આ ટ્રોફી રમાય છે. સામાન્યત આ ચાર દિવસીય ટેસ્ટ મેચ જ હોય છે. આ મેચમાં લાલ દડાનો ઉપયોગ કરવામાં આવે છે. રણજી ટ્રોફીને ભારતીય ક્રિકેટમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કહે છે.

જય શાહનું  ટ્વીટ
જય શાહનું ટ્વીટ

આ પણ વાંચોઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ

સૌરાષ્ટ્ર, મુંબઇ, ઓરિસ્સા અને ગોવાની ટીમ વચ્ચે મેચ

આજે પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્ર અને મુંબઇ વચ્ચે તેમજ ગ્રાઉન્ડ 'બી' ખાતે ઓરિસા અને ગોઆ વચ્ચે મેચ રમાઈ રહી છે. દરેક ટીમ બીજી ટીમની સામે રમશે. દરેક ટીમની સ્ક્વોડમાં 20 ખેલાડી અને 10 સપોર્ટ સ્ટાફ હોય છે.

જય શાહનું સૂચક ટ્વીટ

રણજી ટ્રોફી મેચની શરૂઆતની સાથે જ BCCIના સેક્રેટરી જય શાહે સૂચક ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રણજી ટ્રોફી ફરી શરૂ કરવા માટે અમે પડદા પાછળ ખૂબ પ્રયત્નો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષમાં કોરોનાને કારણે મેચ બંધ રહી હતી. તો ઘણા લોકોએ રણજી ટ્રોફી ના યોજાય તેવા પ્રયત્નો કર્યા હતા.

આ પણ વાંચોઃ IPL નો કાર્યક્રમ જાહેર, યુવાનો 'નરેન્દ્ર મોદી' સ્ટેડીયમમાં IPL ની મેચ જોવા ઉત્સુક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.