ETV Bharat / state

અમદાવાદના છેવાડાનો વોર્ડ રામોલ હાથીજણ, જે વિકાસમાં પણ છેલ્લો વોર્ડ: સ્થાનિકો

author img

By

Published : Feb 15, 2021, 2:13 PM IST

અમદાવાદમાં રામોલ હાથીજણ વોર્ડને વર્ષ 2001માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં ભેળવવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં હજી પણ આ વિસ્તાર જાણે ગ્રામ્ય વિસ્તાર હોય તેમ અહીં કોઈ વિકાસલક્ષી કામો ન કરાયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

Ahmedabad
Ahmedabad

  • રામોલ હાથીજણ વિસ્તારમાં એક કોંગ્રેસ અને ત્રણ ભાજપના કાઉન્સિલરો
  • પશ્ચિમ અમદાવાદની સરખામણીએ પૂર્વ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન
  • સમગ્ર વિસ્તારમાં હજુ પાણી, ગટર નેટવર્ક પહોંચ્યા નથી

અમદાવાદ: રામોલ હાથીજણ વિસ્તાર કે જ્યાં વટવા, વિંઝોલ, જશોદાનગર જેવા વિસ્તારો આવેલા છે. ત્યાં સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ગોકળગાયની ગતિએ વિકાસ લગતા કામો કરવામાં આવ્યા છે. હજુ સુધી પણ અહીં સો ટકા પાણી અને ડ્રેનેજની લાઈનોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું નથી થયું.

રામોલ હાથીજણ અમદાવાદનો છેલ્લો વોર્ડ વિકાસમાં પણ છેલ્લો વોર્ડ: સ્થાનિકો

પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં વિકાસના કાર્યો કેમ થતાં નથી

પોતાના વિસ્તારમાં થયેલા કામો અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે, અહીં પશ્ચિમ વિસ્તારમાં જે તૂટેલા રોડ હોય છે તેનું તાત્કાલિક સમારકામ કરી દેવામાં આવે છે પરંતુ પૂર્વ અમદાવાદના વિસ્તારો સાથે આવો ઓરમાયું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે.

વિકાસના કાર્યોને લઈ જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

વિકાસના કામોને લઈને અહીં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે. કેટલાક લોકોનું કહ્યું છે કે, તેમના વિસ્તારમાં કામો થયા પણ છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, વિકાસના નામે અહીં કામ જ નથી થયાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.