ETV Bharat / state

ભગવાન જગન્નાથના મોસાળમાં ભંડારો ન રાખતા મોસાળિયા નિરાશ

author img

By

Published : Jul 11, 2021, 2:43 PM IST

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે આ વખતની રથયાત્રા ઐતિહાસિક જ્યારે આ વખતે ભક્તો રૂબરૂ ભગવાનના દર્શન નહિ કરી શકે ભક્તો ટીવી માધ્યમથી ભગવાનના દર્શન કરશે.

ભગવાન જગન્નાથના મોસાળમાં ભંડારો ન રાખતા મોસાળિયા નિરાશ
ભગવાન જગન્નાથના મોસાળમાં ભંડારો ન રાખતા મોસાળિયા નિરાશ

  • ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ
  • આ વખતની રથયાત્રા ઐતિહાસિક
  • ભક્તો ટીવી માધ્યમથી ભગવાનના દર્શન કરશે

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે આ વખતની રથયાત્રા ઐતિહાસિક જ્યારે આ વખતે ભક્તો રૂબરૂ ભગવાનના દર્શન નહિ કરી શકે, ત્યારે ભક્તો ટીવી માધ્યમથી ભગવાનના દર્શન કરશે. જ્યારે પ્રથમવાર ભગવાનના મોસાળ સરસપુરમાં ભંડારો નહિ થાય, ત્યારે આ વખતે ભંડારો ન થતા મોસાડીયાઓ દુઃખી જોવા મળે છે. ત્યારે એક તરફ ખુશી પણ જોવા મળી છે. જ્યારે દરવર્ષે ખલાસીઓને ભગવાનના મોસાળમાં જમાડવામાં આવે છે, જ્યારે આ વર્ષે કોરોનાને ધ્યાનમાં લઈને જમણવાર કરવામાં આવ્યો નથી. જ્યારે દરવર્ષે 1.50 લાખ જેટલા ભક્તો પ્રસાદીનો લાભ લે છે.

ભગવાન જગન્નાથના મોસાળમાં ભંડારો ન રાખતા મોસાળિયા નિરાશ

આ પણ વાંચોઃ Dakor Rathyatra સુચારુ આયોજનને લઇ રથયાત્રાનું રિહર્સલ યોજાયું

સરસપુરમાં સ્થાનિકો દ્વારા જણાવાયું

જ્યારે સરસપુરમાં સ્થાનિકો દ્વારા જણાવાયું કે, અમે આ વર્ષે દુઃખની લાગણી અનુભવીએ છીએ કેમ કે, પ્રથમવાર ભક્તો પ્રસાદી નહીં લાઇ શકે. જ્યારે અમને પણ આ વર્ષે સેવા કરવાનો મોકો મળ્યો નથી. ત્યારે આ વર્ષે ખલાસીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે જે પરંપરા છે કે ખલાસીઓને જમાડવાની એ પરંપરા જળવાઈ રહે તે માટે ફૂડ પેકેટ આપવામાં આવશે, ત્યારે બીજી તરફ તેમના દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે કોરોના જેવી ગંભીર બીમારીમાંથી લોકોને મુક્તિ મળે.

આ પણ વાંચોઃ Rathyatra 2021: રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેરને 'No Drone Fly Zone' જાહેર કરાયું

5 થી 6 કલાકમાં જ રથયાત્રા નિજમંદિર પરત ફરશે

સરસપુરમાં દર વર્ષે રથયાત્રાના તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે દર વર્ષે ધમધમતી શેરીઓ અને પોળો આ વર્ષે ખાલીખમ અને ભેંકાર મારતી નજરે આવી રહી છે, ત્યારે રથયાત્રાને લઈને આ વર્ષે સરસપુરવાસીઓમાં એક દુઃખની લાગણી પ્રસરી છે. જ્યારે લોકો પોતાના કામધંધા છોડીને પણ રથયાત્રાના પાવનપર્વમાં સેવામ જોડાઈ જય છે. સરસપુરમાં ભગવાન માત્ર 10 મિનિટનું જ રોકાણ કરશે, ત્યારે આ વર્ષે માત્ર 5 થી 6 કલાકમાં જ રથયાત્રા નિજમંદિર પરત ફરશે. જ્યારે દરવર્ષે મોસાળમાં 5 દિવસ અગાઉથી જ જમણવારની શરૂઆત કરવામા આવતી હોય છે. ત્યારે આ વર્ષે સરસપુરની પોળો અને શેરીઓ ખાલીખમ ભેંકાર મારતી નજરે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.