ETV Bharat / state

પ્રણવ અદાણીએ લીધી ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડની મુલાકાત, કહ્યું એક અદ્ભુત સિઝનની અપેક્ષા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 7:59 AM IST

4 વર્ષ બાદ અમદાવાાદમાં પ્રો કબડ્ડી લીગની 10મી સિઝન રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટની ફર્સ્ટ લીગમાં ચાર ટીમો જાયન્ટ્સ તેલુગુ ટાઈટન્સ, બેંગ્લુરૂ બુલ્સ, યુ મુંબ્બા અને પટના પાઈરેટ્સ સામે ગુજરાત જાયન્ટ્સ ટીમ ગેમ રમશે. ત્યારે ગુજરાત જાયન્ટ્સ ટીમની ટ્રેનિંગ સેશન દરમિયાન પ્રણવ અદાણી ટીમના ખેલાડીઓને મળ્યાં હતાં અને ટીમનો જુસ્સો વધાર્યો હતો.

પ્રણવ અદાણીએ લીધી ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડની મુલાકાત
પ્રણવ અદાણીએ લીધી ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડની મુલાકાત

અમદાવાદ: પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનની રમનારી ઓપનિંગ મેચમાં ટાઈટલ હાસિલ કરવા માટે અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમ એડિચોટીનું જોર લગાવી રહી છે. વર્ષ 2017 અને 20180માં ફાઇનલિસ્ટ, જાયન્ટ્સનું નેતૃત્વ સુપ્રસિદ્ધ ઈરાની ડિફેન્ડર ફાઝલ અત્રાચલી અને ડાયનેમિક કોચ રામ મેહર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2017માં જાયન્ટ્સ જ્યારે પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી ત્યારે અત્રાચલી ટીમનો ભાગ હતા.

પ્રણવ અદાણીએ લીધી ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડની મુલાકાત
પ્રણવ અદાણીએ લીધી ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડની મુલાકાત

પ્રો કબડ્ડી લીગ 2023: 4 વર્ષ બાદ જાયન્ટસના વતન અમદાવાદમાં પ્રો કબડ્ડી લીગ (PKL)ની કારવાં ફોર્મેન્ટમાં ટૂર્નામેન્ટ શરૂ થઈ છે. ટીમ ટ્રેનિંગ સેશન દરમિયાન પ્રણવ અદાણી ટીમને મળ્યાં હતાં અને ટીમનો જુસ્સો વધારતા તેમણે કહ્યું હતું કે, “એકલા પ્રતિભાના આધારે આપણે લીગની શ્રેષ્ઠ ટીમ છીએ. દ્રઢ નિશ્ચય, અથાગ પરિશ્રમ, સ્માર્ટ વર્ક ઉપરાંત નસીબ સાથે આપણે ગુજરાત જાયન્ટ્સ માટે આ સિઝનને યાદગાર બનાવી શકીએ છીએ.”

પ્રણવ અદાણીની મહત્વકાંક્ષા: વધુમાં પ્રણવ અદાણીએ ઉમેર્યું હતું કે, “પીકેએલનું ટાઈટલ આપણા ઘરે લાવવાના ઉદ્દેશ સાથે જાયન્ટ્સ તનતોડ મહેનત કરીને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા સજ્જ છે. અમે જાણીએ છીએ કે અમારા ખેલાડીઓ તેમનું સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપશે, કારણ કે તેઓ રમતને માણે છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની ટીમ એ સુનિશ્ચિત કરશે કે ટીમના ખેલાડીઓને સર્વોચ્ચ સ્તરનું સમર્થન આપવામાં કોઈ કસર બાકી ન રહે.”

મહત્વપૂર્ણ છે કે, આ ટુર્નામેન્ટની ફર્સ્ટ લીગમાં ચાર ટીમો જાયન્ટ્સ તેલુગુ ટાઈટન્સ, બેંગ્લુરૂ બુલ્સ, યુ મુંબ્બા અને પટના પાઈરેટ્સ સામે ગેમ રમશે.

  1. મહિલા પ્રીમિયર લીગની બીજી સિઝન માટે આ દિવસે થશે હરાજી, જાણો કેટલી ખેલાડીઓ ભાગ લેશે
  2. વૈશાલી રમેશબાબુએ રચ્યો ઈતિહાસ, ભારતની ત્રીજી મહિલા ગ્રાન્ડમાસ્ટર બનવાનો ખિતાબ જીત્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.