ETV Bharat / state

અસામાજિક તત્વોનો આતંક : ફ્લેટમાં ઘુસી વાહનોની તોડફોડ કરી આપી ધમકી

author img

By

Published : Nov 19, 2022, 8:27 AM IST

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તલવારો, લાકડી અને પાઈપો લઈને અસામાજિક તત્વોનો ફ્લેટમાં ઘૂસી તોડફોડ (Ahmedabad Crime News) કરીને ધટના સામે આવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ તેજ કરી છે. (Flat vandalism case In Vastral)

અસામાજિક તત્વોનો આતંક : ફ્લેટમાં ઘુસી વાહનોની તોડફોડ કરી આપી ધમકી
અસામાજિક તત્વોનો આતંક : ફ્લેટમાં ઘુસી વાહનોની તોડફોડ કરી આપી ધમકી

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક (Ahmedabad Crime News) સામે આવ્યો છે. જેમાં વસ્ત્રાલમાં આવેલા પુષ્પ રેસિડેન્સીમાં 17મી નવેમ્બરે રાતના સમયે 10થી 15 યુવકોના ટોળાએ હાથમાં હોકી, તલવારો, લાકડી અને પાઈપો લઈને પ્રવેશ કર્યો હતો. પાર્કિંગમાં મુકેલા વાહનોમાં તોડફોડ કરી હતી. આ મામલે ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. (Flat vandalism case In Vastral)

અમદાવાદમાં કેટલાક તત્વોએ ફ્લેટમાં ધુસી અનેક વાહનોમાં કરી તોડફોડ

શું હતો સમગ્ર મામલો આ ઘટનાને લઈને રામોલ પોલીસ મથકમાં પીન્કી ઠાકુર નામની મહિલાએ (Vandalism case in Vastral) ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તમામ આરોપીઓએ ફ્લેટમાં ઘુસીને રીન્કુ ચૌહાણ સાથે સમાધાન કરવા માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે આરોપીઓએ અનેક વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (Vandalism at Pushpa Residency)

પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ કરી રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ફરિયાદી મહિલાનો પતિ બુટલેગર હોય તેની પાસેથી આરોપીઓને પૈસા લેવાના નીકળતા હોય અને પૈસા ન આપતા આરોપીઓએ ભેગા મળી તેના ફ્લેટમાં ઘુસીને વાહનોમાં તોડફોડ કરી હતી. આ અંગે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં રામોલ પોલીસ મથકના PI સી.આર રાણાએ જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા માટે ટીમ કામે લાગી છે. પ્રાથમિક તપાસમાં 6 વાહનોમાં તોડફોડ અને અંદાજે 10થી 15 શખ્સો હોવાનું ખુલતા પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ તેજ કરી છે. (Ahmedabad flat vandalism case)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.