ETV Bharat / state

PM Narendra Modi visits Gujarat 2022: અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે આટલા રસ્તા બંધ રહેશે

author img

By

Published : Mar 10, 2022, 9:44 PM IST

PM Narendra Modi visits Gujarat 2022: અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે આટલા રસ્તા બંધ
PM Narendra Modi visits Gujarat 2022: અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે આટલા રસ્તા બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની (PM Narendra Modi visits Gujarat 2022) મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમન પહેલા અમદાવાદમાં પોલીસ દ્વારા (Ahmedabad City Police )કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે વડા પ્રધાનની સુરક્ષાના પગલે અમદાવાદના કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં એરપોર્ટ, સરદાર પટેલ સ્ટેડિયમ તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ તરફ રોડ સહિત સહિતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદઃ આવતી કાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi visits Gujarat 2022)બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં બે કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાનના આગમન પહેલા અમદાવાદમાં પોલીસ (Ahmedabad City Police ) દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે વડા પ્રધાનની સુરક્ષાના પગલે અમદાવાદના કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં એરપોર્ટ, સરદાર પટેલ સ્ટેડિયમ(Sardar Patel Stadium) તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ તરફ રોડ સહિત સહિતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ

એરપોર્ટ થી કમલમ સુધીના રોડ શો

વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇને ટ્રાફિક પોલીસ(PM Modi Program in Gujarat)દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જ્યારે 1 IG , 5 SP, 10 DYSP, 34 PI, 55 PSI, અને 2 હજાર ટ્રાફિકના જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. એક કિલોમીટર ચાલીને સ્થળ ઉપર જય શકે તે રીતે પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં 1500 , જીએમડીસીમાં 2000 બસ દ્વારા લોકોને પહોંચાડવામાં આવશે એરપોર્ટ થી કમલમ સુધીના રોડ શોમાં 1 લાખ જેટલા લોકો હાજર રહેશે.

આ પણ વાંચોઃ PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારને લઈને તડામાર તૈયારીઓ

મોદીના પ્રવાસને લઇને નીચે મુજબના રૂટો બંધ રહેશે

જેમાં ડફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલથી નોબેલ ટી સુધીનો વિસ્તાર બંધ રહેશે. જ્યારે સંજીવની હોસ્પિટલ થી વસ્ત્રાપુર તળાવથી અંધજનમંડલ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા થતા સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી હયાત હોટેલ સુધીનો માર્ગ બંધ રહેશે. જ્યારે હિમાલયા મોલ ટીથી ત્યાંથી શહીદ ચોકથી માનસી ચાર રસ્તા થતા ગુરુદ્વારા સુધીનો માર્ગ બંધ રહેશે. આ ઉપરાંત સરદાર પટેલ બાવલાથી સ્ટેડિયમ 6 રસ્તા થતા ઇન્કમટેક્ષ ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા થતા લખુડી સર્કલથી કોમર્સ સર્કલથી સ્ટેડિયમ છ રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે. ત્યારે વાડજ સ્મશાન ગૃહથી આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ બંધ રહેશે. કોઈ પણ પ્રકારની ચૂક ના થાય તે માટે પોલીસકર્મીઓને સૂચના આપવામાં આવી છે. નક્કી કરેલા સ્થળોએ જ પાર્કિંગ કરવાનું રહેશે. કાર્યક્રમમાં આવનારા લોકો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ PM Narendra Modi visits Gujarat : PM મોદીના પ્રવાસને લઈને શહેરના ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે જુઓ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.