ETV Bharat / state

Cabinet Meeting : વડાપ્રધાન મોદીના આગમનની તૈયારીઓ, ખેલમહાકુંભ વિશે વિશેષ ચર્ચા

author img

By

Published : Mar 9, 2022, 7:22 AM IST

Cabinet Meeting : વડાપ્રધાન મોદીના આગમનની તૈયારીઓ, ખેલમહાકુંભ વિશે વિશેષ ચર્ચા
Cabinet Meeting : વડાપ્રધાન મોદીના આગમનની તૈયારીઓ, ખેલમહાકુંભ વિશે વિશેષ ચર્ચા

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Cabinet Meeting of CM Bhupendra Patel) વડાપ્રધાનના આગમનને લઈને આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી, માસ્ક તેમજ ખેલ મહાકુંભ વિષે (PM Narendra Modi visits Gujarat) ચર્ચા કરવામાં આવી શકે છે.

ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ (Cabinet Meeting of CM Bhupendra Patel) બેઠક 10:00 આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે. તેના પ્રવાસ બાબતે ચર્ચા કરવામાં આવશે, સાથે જ વિવિધ પાંચ રાજ્યના વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પરિણામ મુદ્દે કોઈ પણ પ્રધાનો નિવેદન ન આપે તે બાબતે સૂચના આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીના પ્રવાસ બાબતે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે 12 માર્ચના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો (2022 Khel Mahakumbh) પ્રારંભ કરશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની તૈયારીઓ અને તમામ રમતવીરોના વ્યવસ્થા બાબતની ખાસ વાતચીત અને ચર્ચા કરવામાં આવશે. જ્યારે 12 માર્ચના (PM Modi in Ahmedabad on March 12) રોજ રાજ્ય સરકાર દ્વારા નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે. તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારને લઈને તડામાર તૈયારીઓ

માસ્કના દંડ વિશે થશે ચર્ચા

ગુજરાતમાં કોરોનાના કેસમાં હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અને દર બુધવારે કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting 2022) એક અઠવાડિયામાં કોરોના કેસમાં વધઘટ અને મૃત્યુના પર વિશેષ ચર્ચા કરવામાં આવે છે. ત્યારે જે રીતે ઘટાડો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને માસ્કના દંડ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કઈ રીતે રજૂઆત કરી શકાય તે બાબતે પણ ખાસ ચર્ચા થઇ શકે છે.

આ પણ વાંચો : Jitu Vaghani on Election Result: પાંચેય રાજ્યોમાં ભાજપના વિજયની આશાઃ જિતુ વાઘાણી

પોલીસ બંદોબસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં (PM Narendra Modi visits Gujarat) સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા કઈ રીતે રાખવામાં આવશે. તે વિશે પણ સમીક્ષા કરવામાં આવશે. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વાત કરવામાં આવે તો અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ (PM Modi at Sardar Patel Stadium in Ahmedabad) મણિનગર અને ગાંધીનગરના દહેગામ ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે. તે બાબતની પોલીસની કામગીરીની સમીક્ષા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.