ETV Bharat / state

PM Modi Dinner Menu: અમેરિકામાં પીએમ મોદીને ડીનરમાં કોર્ન સલાડ પીરસાશે, તમે ઘરે કેવી રીતે બનાવશો?

author img

By

Published : Jun 22, 2023, 7:31 PM IST

Updated : Jun 22, 2023, 7:44 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે છે. જ્યારે તેમને વાઇટ હાઉસમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાં બાજરીથી બનેલી વિવિઘ વાનગીઓ પીરસવામાં આવી હતી. જે મેનુ માટે વ્હાઈટ હાઉસ એઝિક્યુટીવ પેસ્ટ્રી શેફ સુશીએ મોરિસન સાથે ડીનરના મેનુ માટે કામ કર્યું હતું.

PM નરેન્દ્ર મોદીના ડિનર મેનુની  રેસીપી
PM નરેન્દ્ર મોદીના ડિનર મેનુની રેસીપી

PM નરેન્દ્ર મોદીના ડિનર મેનુની રેસીપી

અમદાવાદઃ દેશના વડાપ્રધાન અમેરિકા પ્રવાસે છે. જ્યા તેઓ અલગ અલગ ઉદ્યોગ પતિઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમને ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા પણ દર્શાવી હતી. પરંતુ બધામાંથી ખાસ વાત તેમની વ્હાઈટ હાઉસમાં ત્યાં સેફ દ્વારા તૈયાર કરવામાં આવેલ બાજરીમાંથી તૈયાર કરવામા આવેલ શુદ્ધ શાકાહારી ભોજન. આવો જાણીએ તેમને માણેલા ભોજનમાંથી એક વાનગી જે આપણે ઘરે કેવી રીતે આસાનીથી બનાવી શકીએ છીએ.

સિમ્પલ અને ક્લાસિક ડીશ: સેફ પ્રણવ જોષીએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે જમવાનું પીરસવામાં આવશે. એમાંથી એક કોર્ન સલાડ છે જે ખૂબ જ સિમ્પલ છે. પરંતુ તે એક જ ક્લાસિક ડીશ છે. આ ડિશ બનાવવા માટે સામાન્ય રીતે મકાઈને ગ્રીલ કરવામાં આવશે. ત્યારબાદ મકાઈના જે દાણા હોય છે તેને અલગ કરવામાં આવશે. તરબૂચ અને કેપ્સીકમ સાથે આ બધી વસ્તુઓને લેટીસની સાથે મિક્સ કરવામાં આવે છે. આ સાથે જ એમાં એવોકાડોનું ડ્રેસિંગ બનાવીને તેમાં મિક્સ કરવામાં આવશે. આ ફળમાં ભરપૂર પ્રમાણમાં ફેટ હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

કોર્નનું સલાડ કેવી રીતે બનાવાય: સૌપ્રથમ ગ્રીલ કરેલી મકાઈ લઈને તેના દાણાને અલગ પાડીને એક બાઉલમાં મૂકી કાઠી લેવા..આ સલાડ બનાવવાની રેસીપી જોઇએ તો આ સલાડ માટે ત્રણ પ્રકારના જે કેપ્સીકમ આવે છે. લાલ, લીલા અને પીળા એનું ખૂબ જ ઝીણું કટીંગ કરવાનું રહે છે. ત્યારબાદ આ સલાડમાં ખૂબ જ ઝીણી સમારેલી કાકડી પણ કાપીને નાખી શકાય છે. આ સાથે જ બ્રોકોલી પણ આમાં એડ કરી શકાય છે. તરબૂચના ખૂબ જ ઝીણા ઝીણા ટુકડા કરી તે પણ આ સલાડમાં ઉમેરવામાં આવે છે. આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી દેવાની હોય છે. આ બધી વસ્તુને બરાબર મિક્સ કર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, તીખા મરચા બધી જ વસ્તુઓ બરાબર માત્રામાં નાખીને સલાડને મિક્સ કરવુ આ સાથે જ આમાં વધારે ટેસ્ટ માટે ઝીણી સુધારેલી ડુંગળી પણ સમારીને નાખી શકાય છે.

  1. PM Modi USA Visit: પીએમ મોદીના વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનર મેનુમાં આ વાનગીઓ પીરસાશે
  2. PM Modi US Visit: પીએમ મોદીએ બિડેનને ઉત્તરાખંડના બાસમતી ચોખા આપ્યા ભેટ, સીએમ ધામીએ પીએમનો માન્યો આભાર
Last Updated : Jun 22, 2023, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.