ETV Bharat / state

શ્રેય અગ્નિકાંડ: PMએ ટ્વીટ કરીને શ્રદ્ધાજલી સાથે 2 લાખની સહાય કરી, CMના તપાસના આદેશ

author img

By

Published : Aug 6, 2020, 9:39 AM IST

Updated : Aug 6, 2020, 11:58 AM IST

અમદાવાદ શહેરમાં એક ખૂબ જ ગોઝારી ઘટના બની છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં ખાતે આવેલી શ્રેય હોસ્પિટલ જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. તેમાં 3.15 વાગે રાત્રે આગ લાગતા 8 કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યા છે. મહત્વનું છે કે, શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટના મુદ્દે PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાજલી પાઠવી છે.

શ્રેય હોસ્પિટલ
શ્રેય હોસ્પિટલ

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના મોત નીપજ્યાં છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના માટેની હોસ્પિટલ જાહેર કરાયા બાદ પણ આ હોસ્પિટલમાં ફાયરસેફ્ટી હતી કે, કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યાં છે. હોસ્પિટલમાં 49 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. આ આગ રાત્રે 3:00 વાગે લાગી હતી અને 4.20 એ બુઝાવામાં આવી હતી. આ આગમાં 5 પુરુષ, ત્રણ મહિલાના મોત થયાં છે અને એક મેડિકલ પેરામેડીકલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા છે.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ

PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાજલી પાઠવી

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોતને ભેટનારા કોરોના દર્દીઓના પરિવારોને સાંત્વના આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. PM મોદીએ લખ્યું કે, આ અગ્નિકાંડમાં દાઝેલા તથા ઘાયલ થયેલા ઝડપથી સાજા થઈ જાય. આ અંગે મેં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાતચીત કરી છે. વહીવટીતંત્ર તરફથી તમામ રાહતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને કારણે મોતને ભેટનારા લોકોના પરિવારમાં PM ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે હોસ્પિટલમાં આગને કારણે ઘાયલ થયેલા લોકોને દરેક 50,000 આપવામાં આવશે.

  • Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.

    — Narendra Modi (@narendramodi) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. આ બનાવની તપાસ માટે રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીની કમિટિ રચી છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીનો સામેલ છે. મુખ્યપ્રધાને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં તપાસ કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચના આપી છે.

  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કરેલ છે.

    — CMO Gujarat (@CMOGuj) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ મૃતકો પરિવારોને હિંમત આપી

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરી લખ્યું કે, અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના હ્યદયદ્વાવક છે. ભગવાન મૃતકોના પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ...

  • અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના હ્યદયદ્વાવક છે. ભગવાન મૃતકોના પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ🙏

    — Shankersinh Vaghela (@ShankersinhBapu) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરી મૃતક પરિવારોને સાત્વના આપી હતી.

  • Deeply anguished by the loss of lives due to a tragic fire accident at a hospital in Ahmedabad. My condolences and thoughts are with the affected families in this hour of grief. Praying for the speedy recovery of those injured.

    — Amit Shah (@AmitShah) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated : Aug 6, 2020, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.