ETV Bharat / state

PM મોદી 27 અને 28મીએ 6થી વધુ સભા ગજવશે

author img

By

Published : Nov 26, 2022, 11:25 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અન 28 નવેમ્બરે ચૂંટણી પ્રચાર માટે ફરી એક વાર (PM Modi Gujarat Visit) ગુજરાત આવશે. આ વખતે તેઓ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. સાથે જ તેમના અન્ય કયા કાર્યક્રમ છે જોઈએ આ અહેવાલમાં.

PM મોદી 27 અને 28મીએ 6થી વધુ સભા ગજવશે
PM મોદી 27 અને 28મીએ 6થી વધુ સભા ગજવશે

અમદાવાદ રાજ્યમાં ચૂંટણી પ્રચારને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. તેવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 27 અને 28 નવેમ્બર 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. તે દરમિયાન તેઓ 6થી વધુ સભાને (PM Modi Public Meeting in Gujarat) સંબોધીત કરી પાર્ટીનો પ્રચાર કરશે.

6થી વધુ સભા આ વખતે વડાપ્રધાન (PM Modi Gujarat Visit) દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ સુરતમાં પાટીદારોના ગઢમાં સભા ગજવતા જોવા મળશે. વડાપ્રધાન ​​​​​​​કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા (PM Modi Public Meeting in Gujarat) સંબોધશે. આ પહેલા પણ વડાપ્રધાને અનેક સભાઓ ગજવીને લોકોની વચ્ચે પ્રચાર કર્યો છે. તેમ જ તેમણે ઘરે ઘરે તેમના પ્રણામ પહોંચાડવાનું કામ પણ સોંપ્યું છે.

ત્રિપાંખિયો જંગ મહત્વનું છે કે, રાજ્યમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે તે સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડવા, કૉંગ્રેસ પોતાનો 27 વર્ષનો વનવાસ પૂર્ણ કરવા અને આમ આદમી પાર્ટી પગપેસારો કરવા માટે ચૂંટણી મેદાને છે. ત્યારે હવે રાજ્યમાં કોની સરકાર બનશે તે તો 8 ડિસેમ્બરે જ નક્કી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.