ETV Bharat / state

PIL in HC: અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક મર્યાદા અંગે HCમાં જાહેરહિતની અરજી

author img

By

Published : Mar 25, 2022, 7:50 AM IST

HC ST SC OBC PIL : અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક મર્યાદાને લઈને HC માં જાહેર હિતની અરજી
HC ST SC OBC PIL : અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક મર્યાદાને લઈને HC માં જાહેર હિતની અરજી

ગુજરાત હાઈકોર્ટમાં અનુસૂચિત જનજાતિની આવક, OBCની આવક અને પછાત વર્ગની વાર્ષિક આવક અંગે લઈને જાહેર હિતની (HC ST SC OBC PIL) અરજી થઈ હતી. આ અરજી આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને (PIL by Taking Income in HC) કરવામાં આવી છે.

અમદાવાદ : અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક મર્યાદાને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની (PIL by Taking Income in HC) અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં પોસ્ટ ગ્રેજયુએટ સ્કોલરશીપનો મામલો સામેલ થયેલો છે. અનુસૂચિત જનજાતિની આવક મર્યાદા 2.50 લાખની કેમ છે અને OBCની 6 લાખ જ્યારે EBCની 8 લાખ તો પછી અનુસૂચિત જાતી અને પછાત લોકોની આટલી આવક મર્યાદા કેમ છે. તે અંગે લઈને જાહેર હિતની (PIL in HC) અરજી હાઇકોર્ટમાં થઈ હતી.

અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક મર્યાદાને લઈને HC માં જાહેર હિતની અરજી

મુખ્ય મુદ્દો - એડવોકેટ રત્ના વોરાએ જણાવ્યું હતું કે, આ જાહેર હિતની અરજી જાતિ નિર્મૂલન સમિતિના કન્વીનર મનુ રોહિતે દાખલ કરાવી હતી. આ જાહેર હિતની અરજીએ ઘણા સમયથી અનુસુચીત જાતિના (People of Scheduled Castes PIL) લોકો વચ્ચે ચર્ચા તો હતી. અને આમાં મુખ્ય મુદ્દો એ છે કે પોસ્ટ ગ્રેજ્યુએટની જે સ્કોલરશીપ મળે છે. તેમાં અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ હોય અને તેમની આવક મર્યાદા વાર્ષિક 2, લાખ 50,000 નક્કી કરેલી છે.

આ પણ વાંચો : Ahmedabad Blast Case Judgment: બ્લાસ્ટ કેસમાં સજાના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારશે બચાવ પક્ષ

અલગ અલગ આવક મર્યાદા - વધુમાંં વકીલે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક મર્યાદા 2 લાખ 50,000ની હોય છે. જ્યારે OBCની વાર્ષિક આવક (Public Interest Application in HC) મર્યાદા 6 લાખ છે. અને હમણાં જે 10 ટકા આર્થિક રીતે પછાત વર્ગ વાળા માટે અમાનત મુકવામાં આવી છે. તેમની વાર્ષિક આવક મર્યાદા 8 લાખ છે. તો એ કઈ રીતે શક્ય બને.

આ પણ વાંચો : Lake of Fire NOC in Jamnagar: હાઈકોર્ટની ઝાટકણી છતાં જામનગરની મેન્ટલ હોસ્પિટલ પાસે હજી સુધી ફાયર NOC નથી

હાઈકોર્ટનું અવલોકન - આ ઉપરાંત આ જાહેર હિતની અરજીનો મહત્વનો મુદ્દો એ જ હતો કે, કાસ્ટ અને કમ્યુનિટીના આધારે, ગરીબી નક્કી ન કરવી જોઈએ. સરકાર ગરીબીને લઈને ભેદભાવ કરી રહી છે. હાઈકોર્ટનું આ મુદ્દે એવું અવલોકન હતું કે, આ મુદ્દો ખૂબ જ સચોટ છે અને જેથી હાઈકોર્ટે તાત્કાલિક ધોરણે અરજી નામંજૂર કરી છે. આગામી દિવસોમાં આ બાબતે સુનાવણી હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.