ETV Bharat / state

Metro Rail Project Ahmedabad: મેટ્રો રેલ પ્રોજેક્ટ મામલે નાના વેપારીઓની હાલાકીનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ

author img

By

Published : Feb 23, 2022, 9:09 AM IST

Metro Rail Project : અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ મામલે નાના વેપારીઓને હાલાકીનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ
Metro Rail Project : અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ મામલે નાના વેપારીઓને હાલાકીનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project Ahmedabad) મામલે થતી હાલાકી મુદ્દે વેપારીઓએ હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જ્યારે કોર્ટે પણ વેપારીઓની મુશ્કેલીઓની (Trouble for Traders Taking Metro Rail) નોંધ લીધી છે.

અમદાવાદ : અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ મામલે નાના (Metro Rail Project Ahmedabad) વેપારીઓના ધંધા રોજગારને હાલાકીનો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં વેપારીઓને વૈકલ્પિક જગ્યા નહીં અપાતા તેમને પડતી હાલાકીની (Trouble for Traders Taking Metro Rail) કોર્ટે નોંધ લીધી છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ મામલે નાના વેપારીઓને હાલાકીનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ

જગ્યા ફાળવી માત્ર વાયદો આપ્યો હતો

જે કેસ અંગે અરજદારના વકીલ રાજેશ સેગપાલ જણાવ્યું કે, એમાં કુલ 12 અરજદારો છે. આ બધા જ વેપારીઓ વસ્ત્રાલમાં 20 વર્ષના વધુ સમયથી નાની-મોટી દુકાન ધરાવે છે. માર્ચ એપ્રિલ 2018 ના સમયગાળા તેમની જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2018 સુધી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujarat High Court on Metro Rail Project) દ્વારા તેમને ભાડું ચૂકવવામાં આવ્યું હતું. ત્યારે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, એક મહિનાની અંદર વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવશે. પરંતુ એ જગ્યા મળી નથી.

હાઇકોર્ટમાં મુખ્યત્વે બે માંગણી કરાય છે.

1. નવેમ્બર 2018 પછી આજ દિન સુધી ભાડું નથી ચૂકવાયું તે મળે.

2. જગ્યાની ફાળવણી કરવામાં આવે.

આ પણ વાંચોઃ PM Modi Visits Kanpur: PM Modiએ IITના વિદ્યાર્થીઓને કર્યા સંબોધિત, મેટ્રો ટ્રેનનું પણ કર્યું ઉદ્ઘાટન

જગ્યાની ફાળવણી, પરંતુ ભાડાનો મુદ્દો લટકતો

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા વેપારીઓને (Trouble for Traders Taking Metro Rail) વૈકલ્પિક જગ્યા નહીં અપાતા એમને પડતી હાલાકી નોંધ પણ કોર્ટે લીધી હતી. આ બાબતે હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે હાઈકોર્ટની ટકોર કરી હતી કે 28 ફેબ્રુઆરી સુધીમાં વેપારીઓને વૈકલ્પિક જગ્યા મળી જવી જોઈએ. જો વૈકલ્પિક જગ્યા નહીં અપાય તો મેટ્રો રેલ કોર્પોરેશન સામે હાઈકોર્ટે ગંભીર ભર્યું વલણ દાખવશે.

આ પણ વાંચોઃ સુરત KFW ફાઇનાન્સ્ડ મેટ્રો પ્રોજેક્ટની કામગીરીનું જર્મનીના રાજદૂતે નિરીક્ષણ કર્યું

મેટ્રો લઈને રોજગાર સ્થળ ગયું

હાઈ કોર્ટ અવલોકન જણાવ્યું કે, મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે અસર પામેલા નાના વેપારીઓને ધંધા રોજગાર સ્થળ પણ ગયું અને મેટ્રો રેલ કોર્પોરેશન (Ahmedabad Metro Rail Corporation) જગ્યાના બદલામાં ભાડું પણ નથી ચૂકવતું. મેટ્રો રેલ કોર્પોરેશન બેદરકારી ભર્યા વલણની ગંભીર નોંધ લીધી છે .આ મામલે વધુ સુનાવણી 28 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.