ETV Bharat / state

ઓનલાઇન દવા વેચતી 13 કંપનીઓ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન

author img

By

Published : Jul 4, 2022, 7:36 PM IST

ઓનલાઇન દવા વેચતી ફાર્મસીઓ(Selling drugs online) વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. 13 જેટલી કંપનીઓને નોટિસ પણ ફટકારી છે. જોકે હાઇકોર્ટમાં અત્યારે તમામ કંપનીઓને નોટિસ ફટકારીનેે આ સમગ્ર કેસની વધુ સુનાવણી 29 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

ઓનલાઇન દવા વેચતી તેર કંપનીઓ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ
ઓનલાઇન દવા વેચતી તેર કંપનીઓ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ

અમદાવાદ: ઓનલાઇન દવા વેચતી ઈ- કોમર્સ ફાર્મસીઓ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં (Selling drugs online)પિટિશન કરવામાં આવી છે. આ પિટિશનમાં દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવવાની (Gujarat High Court )માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Jagannath Temple Trust Land dispute: ચેરિટી કમિશનરે પક્ષકાર તરીકે જોડાવા માટે કરી હાઇકોર્ટમાં અરજી

નેશનલ મેડિકલ કમિશનને નોટિસ આપી - આ પિટિશનના મામલાને લઈને ગુજરાત હાઇકોર્ટે( Petition to ban online sale of medicines)અરજદારની પિટિશન માન્ય રાખી છે. 13 જેટલી કંપનીઓને નોટિસ પણ ફટકારી છે. તે સાથે ગુજરાત હાઇકોર્ટે ડ્રગ કંટ્રોલર ઇન્ડિયા, ડ્રગ કંટ્રોલ ગુજરાત, આરોગ્ય સચિવ ભારત સરકાર, આરોગ્ય સચિવ ગુજરાત તથા નેશનલ મેડિકલ કમિશનને પણ નોટિસ આપી છે.

આ પણ વાંચોઃ Nityanand Ashram Controversial Case : બંને યુવતીઓને જમૈકા એમ્બેસીમાં હાજર રહેવા હાઈકોર્ટનો આદેશ

ઓનલાઈન દવાઓનું વેચાણ - હાઇકોર્ટે જે તે કંપનીઓને નોટિસ આપેલી છે. એમાંથી ત્રણ જેટલી કંપનીઓ ઓનલાઈન દવાઓનું વેચાણ કરી રહી છે. જોકે હાઇકોર્ટે અત્યારે તમામ કંપનીઓને નોટિસ ફટકારીનેે આ સમગ્ર કેસની વધુ સુનાવણી 29 જુલાઈ ના રોજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.