ETV Bharat / state

Ahmedabad Crime: અમદાવાદમાં 23 લાખથી વધુની ચોરી કરનાર ઘરઘાટી ઝડપાયો, પોલીસે આ રીતે દબોચ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 1:02 PM IST

અમદાવાદ શહેરમાં ચોરીના કેસના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસે બોડકદેવ વિસ્તારમાં ચોરી કરેલ ચોરને ઝડપી લીધો છે. આરોપીએ 60 તોલા સોનુ તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમ સાડા ચાર લાખ સહિત 1300 યુ.એસ ડોલર એમ કુલ મળીને 23 લાખ 57 હજારની ચોરી કરી હતી.

અમદાવાદમાં 23 લાખથી વધુની ચોરી કરનાર ઘરઘાટી ઝડપાયો, પોલીસે આ રીતે દબોચ્યો
અમદાવાદમાં 23 લાખથી વધુની ચોરી કરનાર ઘરઘાટી ઝડપાયો, પોલીસે આ રીતે દબોચ્યો

અમદાવાદ: અમદાવાદમાં ઘરઘાટી તરીકે નોકરી કરી ચોરી કરનાર એક આરોપીની 14 લાખથી વધુની કિંમતના દાગીના સાથે ધરપકડ કરાઈ છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ ચોરીની ઘટના બની હતી. જે કેસમાં સામેલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા પુખરાજ કચ્છારાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ઘરમાં ઘરઘાટી તરીકે છેલ્લા બે વર્ષથી કામ કરતા ઘરઘાટીએ ચોરી કરી હતી. ફરિયાદીના પરિવારના સભ્યો મુંબઈ ગયા હોય આરોપી ઘરે એકલો હાજર હોય જે આરોપી સૂરજ શંભુ મુખયાએ તારીખ 10 મી સપ્ટેમ્બરના સવારના સમયે ફરિયાદીના ઘરમાંથી સોનાના અલગ અલગ જાતના દાગીના ચોરી કર્યા હતા. મહત્વનું છે કે આરોપીએ 60 તોલા સોનુ તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમ સાડા ચાર લાખ સહિત 1300 યુ.એસ ડોલર એમ કુલ મળીને 23 લાખ 57 હજારની ચોરી કરી હતી. જે મામલે બોડકદેવ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

અમદાવાદ ખાતે હોવાની માહિતી: આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. આરોપી બિહારના વતની હોય જેથી બિહાર ખાતે ટીમ મોકલી તપાસ કરતાં આરોપી મળી આવ્યો ન હતો. જે બાદ ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ તેમજ કોલ ડીટેલ અને બેન્ક એક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ સર્ચ એનાલીસીસ કરતા આરોપી સુરજ કુમાર અમદાવાદ ખાતે હોવાની માહિતી મળી હતી.

રોકડ રકમ અને યુએસ ડોલર સહિત અન્ય મુદ્દામાલ: જેથી આ હકીકતના આધારે સાયન્સ સીટી પાછળ આવેલા ચાર રસ્તા ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી પાસેથી 14,42,300 ની કિંમતના સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે. જોકે રોકડ રકમ અને યુએસ ડોલર સહિત અન્ય મુદ્દામાલનું તેમણે શું કર્યું તે બાબતે લઈને તેની તપાસ બોડકદેવ પોલીસે હાથ ધરી છે.

  1. Ahmedabad Crime: અમદાવાદમાં 20 લાખથી વધુના ડ્રગ્સ કેસમાં સામેલ વધુ 2 આરોપીઓ ઝડપાયા
  2. Surat Drugs Crime : સુરતના સુવાલી બીચ પર ત્રીજીવાર પકડાયું કરોડોની કિમતનું અફઘાની ચરસ, માછીમાર વેચવા જતાં પકડાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.