ETV Bharat / state

યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાના સંભવિત નિર્ણય અંગે અમદાવાદની મહિલાઓનો પ્રતિસાદ

author img

By

Published : Sep 3, 2020, 10:22 PM IST

છેલ્લા કેટલાક સમયથી સરકાર જૂના કાયદાઓમાં ફરેફાર કરી રહી છે. તેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવતીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેને દેશના બૌદ્ધિકો દ્વારા ચર્ચા માટે ખુલ્લા મંચ પર મૂકવામાં આવ્યો છે.

opinion
યુવતિ

અમદાવાદ: યુવતીઓની લગ્ન માટેની ઉમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાનો કેન્દ્ર સરકારે પ્રસ્તાવ મૂક્યો છે. ગામડાની છોકરીઓમાં લોહીની ઉણપ એટલે કે, એનિમિયાની સમસ્યા પણ જોવા મળે છે. પ્રસૂતિ વખતે રક્ત વહેવાથી માતા અને બાળક બંનેના જીવ પર જોખમ તોળાતું રહે છે. 18 વર્ષે લગ્ન થઈ જતા યુવતીઓ સામાજિક દબાણને વશ થઈને એક વર્ષમાં તો બાળકને જન્મ આપી દે છે, એટલે શારીરિક અને માનસિક અપરિપક્વતાની સાથે તેની ઉપર બાળકની અને ઘરની જવાબદારીઓ આવી પડે છે. જેને નિભાવવા માટે તે અસક્ષમ હોય છે. ત્યારે અસામાજિક ઘટનાઓ પણ વધે છે.

ડોક્ટર મોના દેસાઈ જણાવ્યું હતું કે, 18 વર્ષની ઉંમરે હજી યુવતી ભણી રહી હોય છે અને તે પગભર થઇ શકતી નથી. પરંતુ જો તેની ઉંમર વધારે 21 વર્ષ કરવામાં આવે તો તે પોતાનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. ત્યારે યુવતીઓ તંદુરસ્ત શરીર અને મનથી પગભર થઈને લગ્ન સંબંધ નિભાવી શકે તે પ્રમાણે મજબૂત થઈ શકશે.

યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાના સંભવિત નિર્ણય અંગે અમદાવાદની મહિલાઓનો પ્રતિસાદ

બીજી તરફ અમદાવાદના એડવોકેટ અને સામાજિક ન્યાય માટે NGO ચલાવતા મીના જગતાપ જણાવે છે કે, સરકારે પોતાની રીતે જ સમગ્ર દેશની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા વગર નિર્ણય લેવો જોઈએ નહીં. સૌ પહેલા સમસ્યા શું છે ? તેનો અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે, શહેરોમાં એમ પણ ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ જુદા છે. છોકરીઓ વહેલી ઉંમરમાં જ શારીરિક પરિપક્વતા મેળવી લે છે. બીજી તરફ શહેરોમાં નોકરી, સામાજિક મોભો અને લાઇફસ્ટાઇલ બદલાવને કારણે યુવાનો અને યુવતીઓ 25 વર્ષ પછી જ લગ્નને મહત્વ આપે છે. ત્યાં સુધી તેઓ પોતાનું કેરિયર બનાવવા ઇચ્છતા હોય છે.

આમ સામાજિક મહિલા અગ્રણીઓના મંતવ્ય જુદા-જુદા જોવા મળ્યા હતા. પરંતુ ચોક્કસએ વાતમાં તેઓ સંમત હતા કે, જેમાં મહિલાઓનું ભલું હોય તે કાર્ય કરવું જોઈએ. આ પ્રસ્તાવને જોતા લાગી રહ્યું છે કે, આગામી સમયમાં ભારતનાં નાગરિકોએ જનસંખ્યા નિયંત્રણ કાનૂનને લઈને પણ તૈયાર રહેવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.