ETV Bharat / state

હાથીજણ ખાતેનો નિત્યાનંદ આશ્રમ ખાલી કરી સાધકો બેંગલુરુ જવા રવાના

author img

By

Published : Dec 2, 2019, 3:59 PM IST

અમદાવાદ: જિલ્લાના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી કથિત રીતે બેંગલુરુની યુવતી ગુમ થઈ હતી. જેનો વિવાદ એટલો વકર્યો છે કે, ડીપીએસ શાળાએ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે. જેથી આશ્રમને કેમ્પસ ત્રણ મહિનામાં ખાલી કરવાની નોટિસ ફટકારી છે. સોમવાર સવારથી જ આ આશ્રમનાં સાધકો અને બાળકો બે બસમાં બેસીને આ આખો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ સાધકોને પોલીસનું રક્ષણ આપીને બેંગલુરૂના આશ્રમમાં ખસેડવામાં આવી રહ્યાં છે.

Nityanand Ashram Disputes
સાધકો બેંગ્લોર જવા રવાના

નિત્યાનંદ આશ્રમના સાધકો પોતાનો માલ સામાન, નિત્યાનંદના ફોટા અને પૂજાનાં સામાન સહિત બધી જ વસ્તુઓ આશ્રમથી લઇ જઇ રહ્યાં છે. આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પહોંચ્યા છે અને તેમના બાળકોને લઈને જઈ રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે જ્યારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ કરી છે.

સાધકો બેંગ્લોર જવા રવાના
દિલ્હી પબ્લિલક સ્કૂલના CEO મંજુલા પૂજા શ્રોફ નિત્યાનંદના અનુયાયી હોવાનું સામે આવ્યું હતું અને તેમણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત આશ્રમને જગ્યા આપવા માટે કરાર કર્યો હતો. જોકે, આ મામલે રાજ્ય સરકાર અને કલેક્ટર ઓફિસે આકરૂં વલણ અપનાવતાં શાળાએ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે. જેથી આશ્રમે કેમ્પસ ખાલી કરવું પડ્યું.
Intro:અમદાવાદ:અમદાવાદના હાથીજણ નિત્યાનંદ આશ્રમમાંથી કથિત રીકે બેંગલુરુની યુવતી ગુમ થઈ હતી. જેનો વિવાદ એટલો વકર્યો છે કે ડીપીએસ શાળાએ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે જેથી આશ્રમને કેમ્પસ ત્રણ મહિનામાં ખાલી કરવાની નોટિસ ફટકારી છે. આજ સવારથી જ આ આશ્રમનાં સાધકો અને બાળકો બે બસમાં બેસીને આ આખો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ સાધકોને પોલીસનું રક્ષણ આપીને બેંગલુરૂનાં આશ્રમમાં ખસેડવામાં આવી રહ્યાં છે...Body:નિત્યાનંદ આશ્રમના સાધકો પોતાનો માલ સામાન, નિત્યાનંદનાં ફોટા અને પૂજાનાં સામાન સહિત બધી જ વસ્તુઓ આશ્રમથી લઇ જઇ રહ્યાં છે. આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પોહચ્યા છે અને તેમના બાળકોને લઈને જઈ રહ્યા છે.સમગ્ર મામલે પોલીસે જ્યારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ કરી છે. દિલ્હી પબ્લિલક સ્કૂલના CEO મંજુલા પૂજા શ્રોફ નિત્યાનંદના અનુયાયી હોવાનું સામે આવ્યું હતું અને તેમણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત આશ્રમને જગ્યા આપવા માટે કરાર કર્યો હતો. જોકે, આ મામલે રાજ્ય સરકાર અને કલેક્ટર ઑફિસે આકરૂં વલણ અપનાવતાં શાળાએ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે જેથી આશ્રમે કેમ્પસ ખાલી કરવું પડ્યું..
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.