ETV Bharat / state

મનપા દ્વારા અમદાવાદીઓની સુવિધામાં વધારો કરવાનો નિણર્ય

author img

By

Published : Dec 31, 2020, 7:09 AM IST

મનપા દ્વારા અમદાવાદીઓની સુવિધામાં વધારો કરવાનો નિણર્ય
મનપા દ્વારા અમદાવાદીઓની સુવિધામાં વધારો કરવાનો નિણર્ય

સી પ્લેનની સુવિધા મળ્યા બાદ અમદાવાદીઓને વધુ એક મોટી સુવિધા આગામી દિવસોમાં મળવા જઈ રહી છે. રિવરફ્રન્ટની મુલાકાતે આવતા અમદાવાદીઓને હવે બોટિંગ, વોટર સાઈકલિંગ, સ્પીડ બોટ, સ્કૂટર, બે વ્યક્તિ બેસી શકે તેવી સાઈકલ જેવી સુવિધા માટે કોઈ હિલ સ્ટેશન જવાની રાહ જોવી નહીં પડે.

  • અમદાવાદીઓ માટે વધુ એક સુવિધા
  • રિવરફ્રન્ટમાં શરૂ થશે નવી બોટિંગ વોટર સાઈકલ
  • સી પ્લેન બાદ વધુ એક સુવિધા મળવાની તૈયારીઓ શરૂ

અમદાવાદ : સી પ્લેનની સુવિધા મળ્યા બાદ અમદાવાદીઓને વધુ એક મોટી સુવિધા આગામી દિવસોમાં મળવા જઈ રહી છે. રિવરફ્રન્ટની મુલાકાતે આવતા અમદાવાદીઓને હવે બોટિંગ, વોટર સાઈકલિંગ, સ્પીડ બોટ, સ્કૂટર, બે વ્યક્તિ બેસી શકે તેવી સાઈકલ જેવી સુવિધા માટે કોઈ હિલ સ્ટેશન જવાની રાહ જોવી નહીં પડે.

મનપા દ્વારા અમદાવાદીઓની સુવિધામાં વધારો કરવાનો નિણર્ય
મનપા દ્વારા અમદાવાદીઓની સુવિધામાં વધારો કરવાનો નિણર્ય

અમદાવાદીઓના મનોરંજનમાં વધારો કરવાનો નિર્ણય

અમદાવાદીઓના મનોરંજનમાં વધારો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી દિવસોમાં બોટિંગ, વોટર સાઈકલિંગ, નવી સ્પીડ બોટ, સ્કૂટર તેમજ 2 વ્યક્તિ બેસી શકે તેવી સાઈકલ સહિતની સુવિધા શરૂ થવા જઈ રહી છે. થોડા જ સમયમાં આ મનોરંજન અમદાવાદીઓને મળવા લાગશે.

થોડા સમયમાં શરૂ થશે બોટિંગ નવી રાઇડ

અમદાવાદ રિવરફ્રન્ટ પર વલ્લભસદન નજીક બોટિંગ અને વોટર સાઈકલિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. લૉકડાઉન પહેલાં જ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ કેટલીક કંપનીને ટેન્ડરની ફાળવણી થઈ હતી. પરંતુ કામ શરૂ થયું ન હતું. મનોરંજન માટે નવી સ્પીડ બોટ, સ્કૂટર તેમજ બે વ્યક્તિ બેસી શકે તેવી સાઈકલ પણ લાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.