ETV Bharat / state

મામાએ ભાણેજના અપહરણનો કર્યો પ્રયાસ, CCTV સામે આવી ઘટના

author img

By

Published : May 12, 2019, 5:00 PM IST

અમદાવાદઃ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મામાએ પોતાના ભાણેજના અપહરણનો પ્રયાસ કર્યો હતો. ગાડીમાં ભાણેજને જબરજસ્તી લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ યુવકે બુમો પાડતા આસપાસના લોકો ભેગા થયા હતા અને અપહરણકરો ભાગી ગયા હતા.

મામાએ ભાણેજના અપહરણનો કર્યો પ્રયાસ,સીસીટીવી સામે આવી ઘટના

શનિવારના રાત્રે બાપુનગર વિસ્તારમાં અભિષેક નામના યુવકનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અભિષેકના માતા-પિતા 2012થી અલગ રહે છે અને અભિષેક પોતાના પિતા પાસે રહે છે. અભિષેકને પોતાની માતા જોડે લઇ જવા શનિવારે બાપુનગરમાં તેના મામાએ જબરજસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો.

મામાએ ભાણેજના અપહરણનો કર્યો પ્રયાસ,સીસીટીવી સામે આવી ઘટના

જો કે, અભિષેક બેઠો ના હતો અને બુમો પાડી હતી. જેથી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તેના મામા નાસી ગયા હતા. આ અંગે અભિષેકે મામા વિરૂદ્ધ જ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ અને કારના નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી છે.

Intro:Body:

મામાએ ભાણીયાના અપહરણનો કર્યો પ્રયાસ,સીસીટીવી આવ્યા સામે...







અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મામાએ પોતાના ભાણીયાના અપહરણનો પ્રયાસ કર્યો હતો.ગાડીમાં ભાણીયાને જબરજસ્તી લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ યુવકે બુમો પાડતા આસપાસના લોકો ભેગા થયા હતા અને અપહરણકરો ભાગી ગયા હતા...





 શનિવરવા રાતે બાપુનગર વિસ્તારમાં અભિષેક નામના યુવકનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.અભિષેકના માતા -પિતા 2012થી અલગ રહે છે અને અભિષેક પોતાના પિતા પાસે રહે છે.અભિષેકને પોતાની માતા જોડે લાઇ જવા શનિવારે બાપુનગરમાં તેના મામાએ જબરજસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અભિષેક બેઠો નહતો અને બુમો પાડી હતી જેથી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તેના મામા નાસી ગયા હતા .આ અંગે અભિષેકે મામા વિરુદ્ધ જ અપહરણની ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે સિસટીવી ફૂટેજ અને નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી છે.







બાઈટ- વી.ડી. વાળા ( પીઆઇ- શહેરકોટડા)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.