ETV Bharat / state

Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ

author img

By

Published : Feb 18, 2023, 11:11 AM IST

આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે. મહાશિવરાત્રી એટલે ઈચ્છાઓ પૂર્ણ કરનાર તહેવાર. એવું માનવમાં આવે છે. આજના દિવસે શિવજીની આરાધના કરવાથી કોઈ પણ મનોવાંછિત ફળ પ્રાપ્ત થતું હોય છે. શિવજીની પૂજા અર્ચના તેમજ દર્શન કરવા માટે થઈને શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાઈન લાગી જતી હોય છે. મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી લઈને સાંજ સુધી શિવજીની આરાધના કરવામાં આવતી હોય છે.

Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ
Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ

અમદાવાદઃ આજના પવિત્ર દિવસે અમદાવાદમાં લો ગાર્ડન સ્થિત સમર્થેશ્વર મહાદેવ મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. 100 વર્ષ કરતા પણ વધારે જૂના આ શિવ મંદિર પ્રત્યે ભક્તોમાં ભારે આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે. શિવરાત્રી સિવાયના દિવસોમાં પણ નિયમિતપણે આ મંદિરમાં શિવભક્તો આવી રહ્યા છે. જ્યારે મહાશિવરાત્રીના પર્વમાં સમગ્ર શહેરમાંથી ભાવિકો દર્શન કરવા માટે અહીં આવે છે.

Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ

આ પણ વાંચોઃ Mahashivratri 2023: ગાઝીયાબાદનું અનોખું મંદિર જ્યાં રાવણે ભગવાન શિવને ચઢાવ્યું હતું પોતાનું દસમું માથું

શું માને છે ભાવિકોઃ ભક્ત પૌરીન શાહે જણાવ્યું હતું કે, આજના દિવસે એવું કહેવાય છે કે, શિવજી અને પાર્વતી ના લગ્ન થયા હતા. પણ લોકોના પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ લાગી ગઈ છે. તેમજ પૂજા અર્ચના કરવા માટે લોકો લાઈનમાં ઊભા રહી ગયા છે. હું છેલ્લા દસ કે અગિયાર વર્ષથી આ મંદિરમાં દર્શન કરવા માટે આવું છું. દર વર્ષે અહીં આવું જ વાતાવરણ હોય છે. પણ વર્ષે ને વર્ષે ભક્તજનો વધતા જતા હોય એવું લાગે છે.

Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ
Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ

શિવ ભક્તિનો દિવસઃ ભક્ત અમીબેન મોદીએ જણાવ્યું હતું કે, આજના દિવસે શિવ ભગવાનો દિવસ છે આજના દિવસે ખૂબ સારી રીતે શિવ ભગવાનની પૂજા થાય. આજના દિવસે ભગવાન શિવની જે પણ પૂજા અર્ચના કરો એમને સીધું પહોંચતું હોય છે. ખરા દિલ ભાવથી જે પણ તમે માંગો અને ભગવાન શિવને ચડાવો એનું ફળ તમને મળતું હોય છે. પ્રફુલાબેન સોનીએ જણાવ્યું હતું કે, હું અહીં 35 વર્ષથી આ મંદિરમાં દર્શન માટે આવું છું. અમને મહાદેવજી ઉપર ખૂબ જ શ્રદ્ધા છે ભગવાન પાસે જે પણ માંગો તે આપણી ઈચ્છા પૂરી થાય છે.

Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ
Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ

આ પણ વાંચોઃ Mahashivratri 2023: મહાપ્રસાદ, જૂનાગઢમાં ભાવ, ભક્તિ અને ભોજનનો સંગમ

મંદિર વિશેઃ સમર્થેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો આ મંદિર 100 વર્ષ કરતા વધારે જૂનું છે. આ મંદિરમાં ભગવાનની સાક્ષાત અનુભૂતિ થતી હોય એટલે ઉર્જા જોવા મળે છે. અહીં ભક્તજનો કેટલાય લોકો માનતા માની છે. તે દરેક લોકોની માનતા પૂરી થતી હોય છે. જે લોકો અસાધ્ય બીમારીથી પીડાતા હોય તેમજ કેન્સર જેવી બીમારીઓ પણ અહીંયા માનતા રાખવાથી કેટલાય મટી ગયા છે. અહીં શ્રદ્ધા માત્રથી લોકો કોર્ટ કેસ જીતી ગયા હોવાના પણ ઉદાહરણો જોવા મળે છે.

Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ
Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ, શિવાલયમાં હર હર મહાદેવનો નાદ

ચાર વખત પૂજાઃ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ચાર વખત ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રીના દિવસે સામાન્ય જળ અભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પણ પૂજા કરવાથી પણ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.