ETV Bharat / state

શાહીબાગમાં નથી થયો વિકાસ : સ્થાનિકોનો દાવો

author img

By

Published : Feb 5, 2021, 4:59 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ટિકિટની દાવેદારી માટે ઉભા રહેનારા ઉમેદવારોની સાથોસાથ નગરજનો પણ ચૂંટણી માટે કોને મત આપવો તે માટેની ઉત્સવતા બતાવી રહ્યા છે. વાત કરીએ અમદાવાદના શાહીબાગ વિસ્તારની તો અહીંના સ્થાનિકોએ નક્કી કર્યું છે કે, જે વ્યક્તિ લોકોના કામકાજમાં ઉભા રહેતા હોય છે માત્ર તે જ વ્યક્તિને મત આપવામાં આવશે.

shahibaug
shahibaug

  • શાહીબાગના સ્લમ એરિયામાં વિકાસલક્ષી કામ ન થયા હોવાના સ્થાનિકોનો આક્ષેપ
  • ગોપાલજીના ખાડામાં 2013થી પાણીની સમસ્યાનો નિકાલ નથી થયો
  • જે કામ કરશે માત્ર તેને જ મળશે મત

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ટિકિટની દાવેદારી માટે ઉભા રહેનારા ઉમેદવારોની સાથો સાથ નગરજનો પણ ચૂંટણી માટે કોને મત આપવો તે માટેની તત્પરતા બતાવી રહ્યા છે. ત્યારે શાહીબાગ વિસ્તારના લોકોનું કહેવું છે કે, 'વર્ષ 2015ની ચૂંટણી સમયે આપાયેલા વાયદાઓની પૂરતી કરવામાં નથી આવી. ઉપરાંત વોર્ડમાં જે કંઈપણ વિકાસલક્ષી કામો થયા છે તે ગરીબ વિસ્તાર અને ચાલી વિસ્તારની બહાર થયા છે. કોઈ પણ કાઉન્સિલર જરૂરિયાતના સમયે ચાલીઓમાં આવવા તૈયાર નથી હોતા.

જે કામ કરશે માત્ર તેને જ મળશે મત

શાહીબાગના જ એક સ્થાનિકે જણાવ્યું કે, 'તેઓ વર્ષ 2013થી ગોપાલજીના ખાડામાં પાણીની સમસ્યાને લઇ કાઉન્સિલર અને મનપાના અધિકારીઓને ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ સમાધાનના નામે કોઈ મદદ પ્રશાસન પાસેથી કરવામાં આવી નથી.

છેલ્લા પાંચ વર્ષમાં પોતાના વિસ્તારમાં થયેલા કામોને જોઈ સ્થાનિકો આવનારી ચૂંટણીમાં જે પ્રજાના કામો માટે અગ્રસર રહેશે માત્ર તેને જ મત આપવાની તત્પરતા બતાવી રહ્યા છે. જનતાના આવા મૂડને જોઈને એ નક્કી કરી શકાય છે કે, લોકશાહીના આ શાસનમાં માત્ર કામ કરનારાઓ જ વિજેતા જાહેર થશે.

શાહીબાગમાં ચાલી અને સ્લમ વિસ્તારમાં વિકાસલક્ષી કામો નહી થયા હોવાના સ્થાનિકોના દાવા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.