ETV Bharat / state

વિજિલન્સની ટીમે પકડી 400થી વધુ દારૂની બોટલ, રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટર સામે શંકા

author img

By

Published : Oct 25, 2022, 7:51 PM IST

અમદાવાદના રાણીપમાં એક એપાર્ટમેન્ટમાંથી દારુનું ગોડાઉન ( Liquor godown seized in Ranip Ahmedabad ) મળી આવ્યું હતું. બાતમીના આધારે એસએમસી ટીમે તપાસ કરતાં દારુની 435 બોટલ ( 435 bottles of liquor ) મળી આવી હતી. આ મામલામાં રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે શંકા (Suspicion against Police Inspector) સેવાઇ રહી છે.

વિજિલન્સની ટીમે પકડી 400થી વધુ દારૂની બોટલ, રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટર સામે શંકા
વિજિલન્સની ટીમે પકડી 400થી વધુ દારૂની બોટલ, રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટર સામે શંકા

અમદાવાદ શહેરમાં તાજેતરમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં જુગાર રમતા અને રમાડતા ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ થઈ હતી. જે મામલો ગાંધીનગરની સ્ટેટ મોનેટરિંગ રેડ કરતા સામે આવ્યો હતો. તમામ પોલીસ કર્મચારીઓને જેલનો પવન પણ ખાવો પડ્યો છે. તેમ છતાં સાબરમતી પોલીસ સ્ટેશનને અડીને આવેલા રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (Suspicion against Police Inspector) નું પેટનું પાણી ન હલ્યું. સતત મોનિટરિંગ વચ્ચે રાણીપ વિસ્તારમાં દારૂના અડ્ડા પર એટલે કે આખેઆખું દારૂનું ગોડાઉન ( Liquor godown seized in Ranip Ahmedabad ) વિજિલન્સની ટીમે પકડી પાડી 400 થી વધારે દારૂની બોટલ ( 435 bottles of liquor ) પકડી છે.

બાતમીના આધારે તપાસ

પોલીસ ઇન્સ્પેક્ટર સામે શંકા 400થી વધારે દારૂની બોટલ પકડાતા હવે રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે શંકા (Suspicion against Police Inspector) સેવાઇ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાણીપના રાધાસ્વામી રોડ પર આવેલા ગુર્જર રત્ન એપાર્ટમેન્ટમાં બુટલેગર રાજેશ ખત્રી અને હની ખત્રી પોતાના ઘરમાં એક જગ્યાએ દારૂનો મોટો જથ્થો દિવાળી માટે સ્ટોક કરી રાખે છે તેવી બાતમી એસએમસીને મળી હતી. જે બાતમીના આધારે એસએમસીની ટીમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતાં. પરંતુ પહેલી નજરે ત્યાં એપાર્ટમેન્ટમાં કશું દેખાય તેવું ન હતું. ધીમે ધીમે તપાસ કરતા જાણવા મળ્યું કે બેડરૂમમાં બેડની બાજુમાં એક ટાઇલ્સ પોચી છે અને ટાઇલ્સ ઉખાડતાની સાથે જ આખું ભોયરુ ( Liquor godown seized in Ranip Ahmedabad ) મળી આવ્યું હતું.

ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે ભોંયરામાંથી એક બે નહીં પણ 435 જેટલી દારૂની બોટલ ( 435 bottles of liquor ) મળી આવી છે. પોલીસે કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બે આરોપી વોન્ટેડ છે. અમદાવાદ પોલીસ માટે ખરેખર શરમજનક બાબતે છે કે હજી સાબરમતી પોલીસ સ્ટેશનમાં વિજિલન્સની ટીમે રેડ કરીને ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરતા એક પોલીસ ઇન્સ્પેક્ટરને ખુદ ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. તેમ છતાં બાજુના જ પોલીસ સ્ટેશન એટલે કે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરી એક વખત દારૂની મોટો જથ્થો ( Liquor godown seized in Ranip Ahmedabad ) વિજિલન્સે ઝડપ્યો છે. હવે ફરી એક વખત રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (Suspicion against Police Inspector) પર કાર્યવાહી કરવામાં આવે તો અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓને નીચું દેખવાનો વારો આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.