ETV Bharat / state

જાણો AIDSના લક્ષણો અને તેની તકેદારી...

author img

By

Published : Mar 27, 2019, 5:03 AM IST

અમદાવાદઃ HIVને લોકો ગંભીર બીમારી માનતા હોય છે,અને તેના ડરથી તથા શરમથી લોકો સારવાર પણ કરાવતા નથી.એક સર્વે મુજબ HIV-AIDSના રોગમાં સમગ્ર ભારતમાંથી ગુજરાત પાંચમાં ક્રમે છે.આ બાબત ગુજરાત સરકાર માટે ખૂબ જ ચિંતાજનક છે. સર્વે મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં HIV-AIDSના કારણે 8 હજારથી વધુ લોકોના મોત થયા છે. 2015 પહેલા આંકડો મર્યાદિત હતો, પરંતુ 2017-18 સુધીના સર્વેમાં આ આંકડામાં વધારો જોવા મળ્યો છે.

સ્પોટ ફોટો

સિવિલ હોસ્પિટલના HIVના નિષ્ણાંત ડોક્ટર બિપિન અમીને જણાવ્યું હતું કે, HIVના દરેક સ્ટેજમાં દર્દીનું મોત થાય તેવું નથી હોતું પરંતુ જ્યારે દર્દી એડવાન્સ સ્ટેજમાં હોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે. જેને કારણે વધુ ઇન્ફેક્શન થતું હોય છે. સાથે જ સારવાર લેવા મોડા પહોંચવાને અને દવા સમય પર શરૂ ના કરવાના કારણે HIVના દર્દીને AIDS થતો હોય છે.

જાણો AIDS વિશે.....


HIV-AIDSની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખૂબ જ સારું સેન્ટર છે. જેમાં HIVના તમામ ટેસ્ટ સાથે જ દવાઓ પણ જિંદગીભર દર્દીઓને મફતમાં આપવામાં આવે છે. સમયસર ચેક-અપ તથા બાકીના ટેસ્ટ કરાવવાથી આ રોગની જાણ થઈ જાય છે.સિવિલ હોસ્પિટલમાં દર મહિને 6થી 7હજાર લોકો સારવાર મેળવે છે,અને પોતાની જિંદગી ખૂબ સારી રીતે પસાર કરે છે .રોગ માટે લોકોએ જાગૃત થઈને સમયસર સારવાર કરાવવી જોઇએ.
Intro:અમદાવાદ

એચઆઇવી એટલે સૌથી ગંભીર બીમારી એવું લોકો માનતા હોય છે અને તેના કારણે ડરથી તથા શરમથી લોકોસારવાર પણ કરાવતા નથી .જેના પરિણામ ના ભાગરૂપે એક સર્વે મુજબ એચઆઇવી-એઇડ્સના રોગમાં સમગ્ર ભારતમાંથી ગુજરાત પાંચમા ક્રમે છે આ બાબત ગુજરાત સરકાર માટે ખૂબ જ ચિંતાજનક છે. સર્વે મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં એચઆઇવી-એઇડ્સ 8 હજારથી વધુ લોકોના મોત થયા છે. 2015 પહેલા આંકડો મર્યાદિત હતો .પરંતુ 2017 -18 સુધીના સર્વેમાં આ આંકડામાં વધારો જોવા મળ્યો છે.


Body:સિવિલ હોસ્પિટલના એચઆઇવીના નિષ્ણાંત ડોક્ટર બિપિન અમીને જણાવ્યું હતું કે એચઆઈવીના દરેક સ્ટેજમાં દર્દીનું મોત થાય તેવું નથી હોતું પરંતુ જ્યારે દર્દી એડવાન્સ સ્ટેજમાંહોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે જેને કારણે વધુ ઇન્ફેક્શન થતું હોય છે. સાથે જ સારવાર લેવા મોડા પહોંચવાને કારણે, દવા સમય પર શરૂ ના કરવાના કારણે આમ આવા અનેક કારણથી એચઆઇવીના દર્દીને એડ્સ થતો હોય છે.

એચઆઇવી એઇડ્સ ની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખૂબ જ સારું સેન્ટર છે જેમાં એચઆઇવીના તમામ ટેસ્ટ પદ્માવત માં સાથે જ તમામ સ્ટેટની દવાઓ પણ જિંદગીભર દર્દીઓને મફતમાં આપવામાં આવે છે. સમયસર ચેક-અપ તથા બાકીના ટેસ્ટ કરાવવાથી આ રોગની જાણ થઈ જાય છે તેથી સમયસર સારવાર અને દવા પણ દર્દીઓને મળે જેનાથી દર્દીનું મોત થતું નથી.

ખાસ કરીને જે દર્દીને ટીબી હોય છે તેને એચઆઈવી હોવાની સંભાવના વધારે હોય છે માટે ટી.બી.ના દર્દી એ એચઆઇવી ટેસ્ટ કરાવવો જરૂરી છે અને બંને રોગ સાથે હોય તો મોતની સંભાવના પણ વધારે જ હોય છે. માટે સમયસર સારવાર થાય તો રાહત મળે અથવા તો જીવનમાં બચાવ થઈ શકે છે.

પહેલાના સમયમાં એવું હતું કે જેને પણ એચઆઇવી થયો હોય તેનું જીવણ પૂર્ણ થઈ જાય છે પરંતુ હવે ટેકનોલોજીમાં વિકાસ થતા એચઆઈવીની દવા અને સારવાર પણ શરૂ થઈ છે .પહેલા લોકો આ રોગ વિશે કોઈને જણાવતા પણ નહોતા આ રોગને લોકો અછૂત માનતા હતા. હવેના સમયમાં જે રીતે ડાયાબિટીસના દર્દી દવા લેતા હોય છે તેવી રીતે છ
રીતે આ રોગના દર્દી પણ દવા લઈ શકે છે. આમાં સાવધાની રાખવાથી રોગમાં ઘટાડો થાય છે.


Conclusion:સિવિલ હોસ્પિટલમાં દર મહિને છથી સાત હજાર લોકો સારવાર મેળવે છે અને પોતાની જિંદગી ખૂબ સારી રીતે પસાર કરે છે માટે રોગ માટે લોકોએ જાગૃત થઈને સમયસર સારવાર કરાવવી જોઇએ.


બાઇટ-ડૉ. બિપિન અમીન ( ડાયરેકટર- HIV CARE) સિવિલ હોસ્પિટલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.