ETV Bharat / state

ભાજપના જે નેતાઓની ટિકિટ કપાઇ છે, તેને લઇને કોંગ્રેસે આપ્યું મોટું નિવેદન

author img

By

Published : Nov 10, 2022, 9:44 PM IST

ટિકિટમાં કપાયેલા નેતાઓ અમારા સંપર્કમાં : કોંગ્રેસ
ટિકિટમાં કપાયેલા નેતાઓ અમારા સંપર્કમાં : કોંગ્રેસ

કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની પ્રથમ યાદી ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઇને જાહેર કરી દેવામાં આવી છે. ભાજપે આજ સવારે નામોની યાદી જાહેર કરી દીધી છે. 160 ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે. ભાજપના ઘણા નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસે આપેલું આ નિવેદન કેટલે અંશે સાબિત થાય છે તે થોડા આવનારા દિવસોમાં જ ખબર પડી જશે.

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને ધમધમાટ જ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ ભાજપ એ આજે 160 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 10 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં પણ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો હજી પણ યથાવત રહ્યો છે. ત્યારે ભાજપમાં ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ઘણા બધા લોકોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસે (Gujarat Congress) પોતાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

ટિકિટમાં કપાયેલા નેતાઓ અમારા સંપર્કમાં : કોંગ્રેસ

પક્ષ પલટું નેતાઓને લઇને નિવેદન ભાજપમાં જોવા મળતો ટિકિટને અસંતોષને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા (Congress National Spokesperson) એ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી જે 14 એમએલએ પહેલા ગયા હતા કે જે જઈ રહ્યા છે તેના જે કારણો હતા એનો નિર્ણય પણ લેવામાં આવી ચૂક્યો છે. વર્તમાનમાં જો કોઈ નારાજ છે તો એના ઉપર હાઈ કમાન્ડ ખૂબ જ સિરિયસ છે અને એની ચર્ચા પણ ચાલી રહી છે.

ભાજપાના નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં ભાજપ માંથી જે લોકોની ટિકિટ આપવામાં આવી છે તે તેમાંથી ઘણા બધા લોકો અમારા સંપર્કમાં છે. પરંતુ જો કોઈ શરત સાથે આવશે તો કોંગ્રેસ પાર્ટી તેને નહીં સ્વીકારે પરંતુ જો વગર શરતે આવશે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) એના ઉપર હાઈ કમાન્ડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ચોક્કસથી વિચાર કરશે.

કોંગ્રેસ આકરા પાણીએ ગઈકાલે જ ભાજપમાંથી ઘણા બધા સિનિયર નેતાઓએ ચૂંટણી નહીં લડવાના નિવેદન સામે આવ્યા છે. આજે ભાજપે 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે, ત્યારે ભાજપના ઘણા નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસે આપેલું આ નિવેદન કેટલે અંશે સાબિત થાય છે તે થોડા આવનારા દિવસોમાં જ ખબર પડી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.