ETV Bharat / state

Key to Success : સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો જાણી લો અમદાવાદ આવેલા જાણીતા કોચ પાસેથી ખાસ વાતો

author img

By

Published : Jul 8, 2023, 9:15 PM IST

Updated : Jul 9, 2023, 7:59 AM IST

યુપીએસસી અને જીપીએસસી વિવિધ વર્ગની જગ્યાઓની જાહેર પરીક્ષા નજીક આવી રહી છે. જાહેર પરીક્ષાઓની તૈયારીઓ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ તમામ પ્રશ્નોના જવાબ માટે કોચ એ કે મિશ્રા સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી.

Key to Success : સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો જાણી લો અમદાવાદ આવેલા જાણીતા કોચ પાસેથી ખાસ વાતો
Key to Success : સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો જાણી લો અમદાવાદ આવેલા જાણીતા કોચ પાસેથી ખાસ વાતો

સફળતાની ટિપ્સ

અમદાવાદ : સરકારી નોકરી મેળવવી એ દરેક યુવા વર્ગનું સ્વપ્ન હોય છે. સરકારી નોકરી મેળવવા માટે દરેક વિદ્યાર્થી વર્ગે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. સરકારી નોકરીની અપેક્ષા રાખતા વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારીઓ કરવી જોઈએ. આ પરીક્ષાની તૈયારીઓ કરતી વખતે ખાસ બાબતો શું ધ્યાનમાં રાખવી જોઈએ કે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આવો જાણીએ કોચ એ કે મિશ્રા પાસેથી જેમના માર્ગદર્શન નીચે અનેક વિદ્યાર્થીઓએ પોતાના સરકારી નોકરીના સ્વપ્નને સાકાર કર્યા છે.

સૌથી પહેલા તો જે પણ વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોય તેમણે પોતાની અંદર આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. કોઈપણ પરીક્ષાની તૈયારીઓ કરતી વખતે સકારાત્મકતા અને મને શાંતિ રાખવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. જ્યારે વાંચન દરમિયાન કોઇપણ વિદ્યાર્થીઓને તે સૌથી વધારે મદદરૂપ થતું હોય છે જેનાથી વાંચવાની ગ્રીપ પણ વધે છે અને યાદ રાખવામાં પણ સરળતા રહે છે...એ. કે. મિશ્રા(સિવિલ સર્વિસિસ પરીક્ષાના કોચ)

એકથી દોઢ વર્ષ સુધી મહેનત :ઓક્ટોબર અને સપ્ટેમ્બર વર્ષ 2023માં તો યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ આવી રહી છે. પરંતુ જે પણ લોકો વર્ષ 2024 માટે તૈયારીઓ કરી રહ્યા છે તેમણે દરેક વિષયમાં ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. સોશિયલ મીડિયાના જમાનામાં અત્યારે તૈયારી કરનાર વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકી જતું હોય છે. આ સમયે ખૂબ જ ધ્યાન રાખીને વાંચન કરવું જોઈએ. વાંચન દરમિયાન તમામ પોઇન્ટ અલગ અલગ કરીને ટોપિક પાડી દેવા જોઈએ. આવી રીતે જ એકથી દોઢ વર્ષ સુધી મહેનત કરીને સિવિલ સર્વિસિસ પાસ કરી શકાય છે.

સતત પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ : આજકાલના યુવાનોમાં ધીરજનો બિલકુલ અભાવ જોવા મળતો હોય છે. કોઈ પણ વાંચનની તૈયારી કરતી વખતે તે વાંચનની પૂરો સમય આપવો જોઈએ. લેખન શૈલી તેમજ શબ્દો ભંડોળ ઉપર ભાર મૂકીને તેની સતત પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. વિવિધ વિષયોનું વાંચન કરીને જનરલ નોલેજ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. જેનાથી રાઇટીંગ સ્કિલ ખૂબ જ સારી બનશે અને લખવાની સ્પીડ પણ વધશે. જ્યારે પરીક્ષાઓની તૈયારી કરતી વખતે કોઈ પણ ગોલ રાખો છો ત્યારે કોઈપણ શોર્ટકટ રસ્તા ન અપનાવતા લાંબા સમયનું આયોજન કરીને વાંચવાની શૈલીને બદલવી જોઈએ.

નિષ્ફળતા એ સફળતાની ચાવી : જરૂરી નથી કે જે પણ તૈયારીઓ કરતા હોય તે હંમેશા પાસ થતા હોય છે. પરંતુ સૌથી પહેલા ફેલિયર થવાનો ડર મનમાંથી કાઢી નાખવો જોઈએ. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે આ વાતને યાદ રાખવી જોઈએ. આ સાથે જ માતાપિતાએ પણ બાળકો ઉપર કોઈપણ પ્રકારે દબાણ ન કરવું જોઈએ. દરેક વિદ્યાર્થીની રીત અલગ અલગ હોય છે તેને સમજીવિચારીને પરીક્ષાઓની તૈયારી કરવી જોઈએ.

  1. Yoga Day 2023 : યોગાભ્યાસથી બદલાઇ પરેશાન જીવનની દિશા, યુપીએસસીનો મોહ છોડી બની ઇન્ટરનેશનલ યોગા ઇન્સ્ટ્રક્ટર
  2. UPSC 2021 results : ગુજરાતનો યુવાન ઉત્તીર્ણ, કચ્છના નાનકડા ગામના ફેરી કરતાં પિતાના પુત્રની હરણફાળ જાણો
  3. UPSCમાં સફળ થયા બાદ મનપસંદ કેડર મેળવવો એ અધિકાર નથી: સુપ્રીમ કોર્ટ
Last Updated : Jul 9, 2023, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.