ETV Bharat / state

જમાલપુર અમદાવાદનું વુહાન, દરરોજ 15થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે

author img

By

Published : May 7, 2020, 3:58 PM IST

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4500ને આંબી ગઈ છે ત્યારે શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદના 'વુહાન' મનાતા જમાલપુર - આસ્ટોડિયા વિસ્તારમાંથી દરરોજ 15 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. અમદાવાદના કુલ કેસ પૈકી લગભગ 15 ટકા કેસ આ વિસ્તારમાંથી નોંધાય છે.

જમાલપુર અમદાવાદનું વુહાન, દરરોજ 15થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે
જમાલપુર અમદાવાદનું વુહાન, દરરોજ 15થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે

અમદાવાદ: મધ્ય અને દક્ષિણ અમદાવાદમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળે છે. ગુજરાતના ત્રણ મોટા હોટસ્પોટ જમાલપુર, દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તાર એકબીજાને અડીને આવેલાં છે. આ વિસ્તારો ખૂબ જ ગીચ વસતી ધરાવતાં હોવાથી સંક્રમણ વધુ ફેલાયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બીજું સૌથી મોટું હોટસ્પોટ બહેરામપુરા વિસ્તાર છે, અહીં દરરોજ 10 થી 12 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવે છે. સૌથી વધુ કેસ ત્યાં આવેલી ચાલીઓમાં નોંધાય છે. આ વિસ્તારમાં નોંધાયેલા મોટાભાગના કેસ જેઠાલાલની ચાલી, સાકરચંદ મુખીની ચાલી અને દૂધવાળી ચાલીમાંથી નોંધાયાં છે. બહેરામપુરા 350થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.

જમાલપુર અમદાવાદનું વુહાન, દરરોજ 15થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે
દાણીલીમડા પણ કોરોનાગ્રસ્તમાં પાછળ નથી, અહીં આવેલા શફી મંઝિલ વિસ્તાર કે જે ખૂબ જ ગીચ છે ત્યાં એક સાથે 40 જેટલા કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. જયાર બાદ આગામી દિવસોમાં કેસ વધ્યાં અને હવે થોડા ઓછા થયાં છે પરંતુ તેના આસપાસના વિસ્તારોમાં ચેપ પહોંચતા સ્થિતિ હજી એમજ છે. આજ રીતે મધ્યમ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ છે. મૃત્યુઆંક પણ આ વિસ્તારોમાં જ વધુ છે. સ્થિતિને નિયંત્રણ હેઠળ લાવવા માટે અહીં 6 દિવસનો કરફ્યુ પણ લાદવામાં આવ્યો. જોકે તેનો કઈ ખાસ ફાયદો થયો નથી.

આ ત્રણેય અને કોટ વિસ્તારનો દરરોજનો સરવાળો કરવામાં આવે તો સરેરાશ 50 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોમાં સ્થિતિને કાબૂમાં રાખવા પગલાં લેવાય છે પરંતુ સામાજિક અંતરનો અભાવ અને વસતી ગીચતાને લીધે કપરું સાબિત થાય છે. રાજયમાં હાલ 6662 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી 4700થી વધુ અમદાવાદના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.