અમદાવાદમાં બે વર્ષ બાદ ભવ્ય રીતે યોજાશે રથયાત્રા, ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં સુરક્ષાને લઈને બેઠક યોજાઇ

author img

By

Published : May 13, 2022, 8:05 PM IST

અમદાવાદમાં બે વર્ષ બાદ ભવ્ય રીતે યોજાશે રથયાત્રા, ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં સુરક્ષાને લઈને બેઠક યોજાય

અમદાવાદ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના રથયાત્રાને (Jagannath Rath Yatra 2022) લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એલર્ટ થતા ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામા બેઠક યોજાઈ હતી. બેઠકમાં બે વર્ષ બાદ નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક બન્યું છે.

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને(Ratha Yatra 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ વિભાગ પણ એલર્ટ બન્યું છે. રથયાત્રાને લઈ પોલીસ વિભાગ એલર્ટ થતા ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામા બેઠક યોજાઈ હતી. જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠકમાં બે વર્ષ બાદ નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra 2022)મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક બન્યું છે.

જગન્નાથની રથયાત્રા

આ પણ વાંચોઃ Jai Jagannath:ભગવાન જગન્નાથની રથયાત્રા જોઈને અંગ્રેજો પણ થયા હતા આશ્ચર્યચકિત

જગન્નાથની રથયાત્રા - આ મિટીંગમાં ગૃહપ્રધાન, પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર, ટ્રાફિક જેસીપી, સેક્ટર 1 સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બે વર્ષના ગેપ બાદ આ વખતે ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળશે અને ભગવાનના દર્શન કરવા શહેરીજનો મોટી સંખ્યામાં આવશે એટલે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા કરી હોવાનું ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું. 14 જુને યાત્રામાં ગૃહપ્રધાન જોડાશે.

આ પણ વાંચોઃ Jagannath Rath Yatra 2022 : જગન્નાથ રથયાત્રામાં ભક્તોને મળશે નવુ નજરાણું, તડામાર તૈયારીઓ થઈ ચાલુ

રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા - આ રથયાત્રાની પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો સાથે રથયાત્રા નીકળવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થા તેમજ મંદિરમાં કેવી રીતે પોલીસ બંદોબસ્ત રાખવો તે તમામ બાબતોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.